દુનિયાના આ દેશો કરચોરી માટે સ્વર્ગ

પાછલાં ત્રણ દિવસથી પનામાનું આર્થિક કૌભાંડ બહાર આવ્યું છે. કરોડો રૂપિયાના ટેક્સ ચોરીના આ કૌભાંડમાં ભારત સહિત દુનિયાના મોટા ભાગના દેશોના ઉદ્યોગપતિઓ, રાજકારણીઓ તથા રમતજગત સાથે સંકળાયેલા અગ્રણીનાં નામ બહાર આવ્યાં છે.

દુનિયામાં આવા કેટલાય દેશો છે કે જે કરચોરી માટે સ્વર્ગ સમાન ગણાય છે.
• લક્ઝમ્બર્ગઃ યુરોપનો આ એક નાનો દેશ છે. જેની સીમા બેલ્જિયમ, ફ્રાંસ અને જર્મની સાથે જોડાયેલી છે. ટેક્સ કરચોરી માટે આ દેશ સ્વર્ગ સમાન છે.
• કેમૈન આઇલેન્ડ્સઃ આ એ દેશ છે કે જ્યાં ટેક્સ ચૂકવ્યા વગર કંપની ઊભી કરી શકાય છે તથા સંપત્તિ રાખી શકાય છે.
• આઇલ ઓફ મૈનઃ આ આઇલેન્ડ ઇંગ્લેન્ડ અને આયર્લેન્ડની વચ્ચે છે. આ દેશ થકી મોટા પ્રમાણમાં કરચોરી થઇ શકે તેમ છે.
• જર્સીઃ ઇંગ્લેન્ડ અને ફ્રાંસની વચ્ચે આ દેશ આવેલો છે. ૨૦મી સદીમાં કરચોરી કરનારા દેશોની યાદીમાં સામેલ થયો હતો.
• આયર્લેન્ડઃ આ દેશમાં નાણાં જમા કરનારા પર કોઇ ટેક્સ લાગતો નથી.
• મોરેશિયસઃ હિંદ મહાસાગર સ્થિત આ દેશમાં કેપિટલ ગેઇન અને વ્યાજ પર કોઇ પણ પ્રકારનો ટેક્સ લાગતો નથી. ભારતમાં મોટે ભાગે આ માર્ગે નાણાં આવે છે.
• બર્મુડાઃ આ દેશમાં કોર્પોરેટ ટેક્સ લાગતો નથી. કારોબારીઓને ખૂબ ફાયદો થાય છે.
• મોનૈકોઃ આ દેશના ઇન્કમટેક્સના નિયમો ૧૮૬૯ બાદ બદલાયા નથી.
• સ્વિટ્ઝર્લેન્ડઃ અહીં બહુ ઓછો ટેક્સ લાગે છે. બેન્કિંગ સિસ્ટમ એવી છે કે ગ્રાહકોને ખાતાની પૂરેપૂરી સુરક્ષા આપવામાં આવે છે.
• બહામાસઃ કરચોરી માટે આ દેશ સ્વર્ગ સમાન ગણવામાં આવે છે.
• બ્રિટિશ વર્જિન આઇલેન્ડઃ આ દેશ થકી પણ મોટા પ્રમાણમાં કરચોરી થાય છે.

You might also like