કર સલાહકાર કે કરચોરીમાં સલાહકાર

વેપારી વેટના કાયદા અને નિયમોમાં સમજવામાં સરળ રહે તથા નિયમિત રિટર્ન સહિત અન્ય દસ્તાવેજો ફાઇલ થઇ શકે તે માટે વેટ પ્રેક્ટિશનર્સની સલાહ અને સૂચન લે છે અને વેટ પ્રેક્ટિશનર્સ પણ તે મુજબ કામગીરી કરે છે, પરંતુ આજકાલ વેટ સલાહકારની સલાહ કરચોરી કરવામાં ઉપયોગમાં લેવાતી હોવાની ઘટના બહાર આવતાં વેટના બાર એસોસિયેશનમાં પણ ચર્ચા ચગડોળે ચઢી છે. તાજેતરમાં રૂ.૩૧ કરોડનું મસમોટું જંગી કરચોરી કૌભાંડ વેટ ડિપાર્ટમેન્ટે પકડી પાડયું. જેમાં આ કરચોરી આચરનારાઅો સામે એફઆરઆઇ પણ કરવામાં આવી છે. અગ્રણી પ્રેક્ટિશનર્સના નામ બહાર આવતાં ચકચાર મચી ગઇ છે ત્યારે સેલ્સટેકસ પ્રેક્ટિશનર્સમાં પણ ચર્ચા છેડાઇ છે કે વેપારીનું કર સલાહનું કામકાજ કામકાજ કરે છે કે કરચોરીમાં સલાહનું!!

You might also like