વાર્ષિક ભવિષ્યફળ : વૃષભ (બ.વ.ઉ)

વિક્રમ સંવત ર૦૭૩ના નૂતન વર્ષના સુપ્રભાતે આપનો રાશિ અધિપતિ શુક્ર સપ્તમ ભાવે વૃશ્ચિક રાશિથી પોતાનું ભ્રમણ શરૂ કરે છે અને પોતાની ગતિ મુજબ આગળ વધતાં વર્ષના અંતે પંચમ ભાવે કન્યા રાશિમાં જોવા મળે છે. જ્યારે ધનેશ બુધ કર્મેશ ચંદ્ર અને સુખેશ સૂર્ય વર્ષના આરંભે છઠ્ઠા ભાવે તુલા રાશિથી પોતાની મુસાફરી શરૂ કરી આગળ વધતાં સૂર્ય અને બુધ રાશિચક્ર પૂર્ણ કરી ફરી તે જ રાશિ અને તે જ ભુવનમાં જોવા મળે છે. જ્યારે પોતાની ઝડપી ગતિથી રાશિચક્રનાં અનેક ચક્કરો કાપી ચંદ્ર પણ તુલા રાશિમાં છઠ્ઠા ભાવે જ જોવા મળે છે. જ્યારે સપ્તમેશ અને વ્યયેશ મંગળ વર્ષના આરંભે ધન રાશિ અને અષ્ટમ ભાવથી ભ્રમણ શરૂ કરી આગળ વધતાં વર્ષના અંતે કન્યા રાશિમાં પંચમ ભાવે જોવા મળે છે. જ્યારે અષ્ટમેશ ગુરુ વર્ષના આરંભે કન્યા રાશિથી પોતાની ધીમી ગતિથી આગળ વધતા વર્ષના અંતે છઠ્ઠા ભાવે તુલા રાશિમાં જોવા મળે છે. જ્યારે વર્ષના આરંભે સપ્તમ ભાવે રહેશે. શનિ મંદ ગતિથી આગળ વધતા ધન રાશિમાં રહી વર્ષના અંતે વક્રી થઈ સપ્તમભાવે વૃશ્ચિક રાશિમાં જોવા મળે છે. આરંભે સિંહ રાશિમાં ચોથા ભાવે રહેલો રાહુ તથા દશમા ભાવે કુંભ રાશિમાં રહેલો કેતુ પોતાની વક્ર ગતિથી આગળ વધતાં વર્ષના અંતે અનુક્રમે રાહુ કર્ક રાશિમાં ત્રીજે તથા કેતુ મકર રાશિમાં ભાગ્યભાવે જોવા મળે છે.

આર્થિક દૃષ્ટિએ આ વર્ષ એકંદરે રાહત આપતું જણાય છે. ભાગ્યનો પૂરતો સાથ મળતો જણાય છે, પરંતુ નાણાંનો વધુ વ્યય થતો જોવા મળે. જાન્યુઆરી બાદ થોડા પ્રશ્નો ઊભા થતા જોવા મળે. ર૦ જૂન સુધી વધુ હેરાનગતિ જોવા મળે છે. બાદમાં રાહત મળતી દેખાય છે. સટ્ટાકીય કાર્યો કરતા જાતકો માટે એપ્રિલ મહિનાથી વધુ લાભ મળતો જણાય છે. સંતાનો માટે સૌથી વધુ લાભદાયી છે, તેમને સારી નોકરી કે સારું કામ મળવાથી આર્થિક સહાય મળતી થશે.

ખર્ચની દૃષ્ટિએ માર્ચ મહિના દરમ્યાન સટ્ટાકીય નુકસાનનો યોગ છે. સંતાનોનાં વિવાહ-લગ્ન પાછળ તથા એજ્યુકેશન તથા વિદેશ ઉચ્ચ ડિગ્રી મેળવવા મોકલવા પાછળ પણ ખર્ચ થતો જોવા મળશે તથા સપ્ટેમ્બર બાદ આકસ્મિક ખર્ચના યોગ બને છે.

આરોગ્યની દૃષ્ટિએ હેરાનગતિવાળો સમય દેખાય છે. માનસિક તણાવ વધુ રહેતો જોવા મળશે. ગંભીર બીમારી જેવી કે ટીબી, કેન્સર, હાર્ટના દર્દીઓએ વધુ સાવચેતી રાખવી પડશે. એપ્રિલ, મે દરમ્યાન હૃદયરોગના દર્દીઓએ થોડું ધ્યાન રાખવું પડે.

વિવાહ, લગ્નયોગની દૃષ્ટિએ વૃષભ રાશિના જાતકો માટે જીવનસાથી મેળવવાનો યોગ તેમના જન્મના ગ્રહો ઉપર વધુ નિર્ભર રહેશે. આ વર્ષે વિવાહ થવાનો યોગ નથી. અગાઉના સમયમાં સગાઈ થઈ ગઈ છે, પરંતુ લગ્નબંધનમાં બંધાવા માગતા હશે તો આ વર્ષ દરમ્યાન સારા મુહૂર્તમાં યોગ બને છે. તથા જે જાતકોનાં સંતાનો, વિવાહ યોગ્ય હશે તો આ સમય લાભદાયક છે.

You might also like