આ છે એવાં શાનદાર કપલ ટેટૂ, જે બન્યાં છે એકબીજાનાં પ્રેમની નિશાની માટે

ન્યૂ દિલ્હીઃ “કપલ ટેટૂ” ખાસ તરીકે તેવાં લોકો માટે છે કે જે કાં તો કોઇ રિલેશનશિપમાં હોય અથવા તો પૂરી જિંદગી એકબીજા સાથે નિભાવવાનાં સોગંધી ખાઇ ચૂક્યાં હોય. આ પ્રકારે ટેટૂમાં પણ કપલ એકબીજાને મળતી ચીજો બનાવતી હોય છે. જેનો ઉદ્દેશ્ય સ્પષ્ટ રીતે એકબીજાની વચ્ચે રહેલ કનેક્શન જ હોય છે. તો આવો આજે અમે તમને જણાવીશું કેટલાંક કપલ ટેટૂ વિશે…

1. કિંગ ક્વીનઃ વાસ્તવિકતાની જિંદગીમાં જ્યારે કપલ એકબીજાને માટે કિંગ અને ક્વીન બની જાય તો તેમની માટે આ ટેટૂ ખૂબ ખાસ હોય છે. આ ટેટૂને પ્રેમની ઉંડાઇનાં એક અર્થ સાથે જોડવામાં આવે છે.
2. લોક એન્ડ કીઃ તાળું અને ચાવી… આ ટેટૂ લોકોને ખૂબ પસંદ આવે છે. હાં, જ્યારે આપ આપનાં દિલની ચાવી એકબીજાથી બદલાઇ ગઇ હોય ત્યારે આનાંથી વધારે સારો કોઇ જ વિકલ્પ નહીં.
3. ટેડી લવઃ ટેડી દરેકને પસંદ હોય છે. પછી ભલે ને તેને એક લવ માર્કનાં રૂપમાં કેમ ના એક પર્મેનેન્ટ ટેટૂને આધારે ઉતારી લેવામાં આવે.
4. કોનો પ્રેમ સૌથી વધુ?: આ એક એવી પ્રેમભરેલી “જંગ” છે કે જે ભાગ્યે જ ખતમ થાય. કપલ્સને આઇ લવ યૂ મોરનાં ટેટૂ પણ વધુ પસંદ આવતા હોય છે.
5. પિઝ્ઝા લવરઃ જો આપ કોઇ એક એવી વ્યક્તિની સાથે રિલેશનમાં છો કે જેને પિઝ્ઝા ખૂબ પસંદ છે તો આ પણ એક સારો વિકલ્પ છે.
6. લવ રિંગઃ એકબીજા પ્રત્યે પ્રેમને વધારે વ્યક્ત કરવા માટે કપલ સામાન્ય રીતે લવ રિંગ બનાવતા હોય છે. ને એમાંય ખાસ વાત તો એ છે કે ટેટૂ માત્ર રિંગ ફિંગર જ નહીં પરંતુ અંગૂઠી અને કાંડા પર પણ બનાવવામાં આવી રહ્યાં છે.

You might also like