15 સીટર Tata Winger ભારતમાં થઇ લોન્ચ, કિંમત 12.05 લાખ રૂપિયા

ટાટા મોટર્સે કમર્શિયલ વ્હીકલ સેગમેન્ટમાં 15-સીટર વિંગર (Winger)ને લોન્ચ કરી. નવી ટાટા વિંગર 15sની કિંમત 12.05 લાખ રૂપિયા (એક્સ શો રૂમ) રાખવામાં આવી છે. વિંગર 15s કંપનીના 23 ડીલર્સ પર વેચાણ માટે ઉપલબ્ધ છે.

15 લોકોની બેઠકવાની ક્ષમતા સિવાય આ વિંગરમાં ઘણી ફિચર્સ સામેલ કરવામાં આવ્યા છે જેના કારણે તે પોતાના સેગમેન્ટમાં ઘણી આરામદાયક અને પોપ્યુલર થશે. વિંગર 15s ની સીધી ટક્કર ફોર્સ ટ્રાવેલર સાથે થશે.

નવી વિંગર 15sના લોન્ચ દરમિયાન ટાટા મોટર્સના સેલ્સ અને માર્કેટિંગના અધ્યક્ષ, પેસેન્જર કમર્શિયલ વ્હીકલ બિઝનેસ યુનિટના સંદીપ કુમારેકહ્યું કે ઝડપથી શહેરીકરણ, તેમજ ભીડ અને પર્યાવરણની ચિંતા કરનાર દેશમાં ટાટા વિંગર 15s એક ગેમ-ચેન્જિંગ પ્રોડકટ છે જે ટૂર એન્ડ ટ્રાવેલ ઓપરેટરો માટે ઉત્પાદ પ્રદર્શન અને ઇંધણ દક્ષતાને બચાવાના આવશ્યકતાની આગેવાની કરશે. ટાટા વિંગર 15s ઓપરેટર માટે યાત્રી અને અર્થ શાસ્ત્ર માટે આરામ અને એક અદ્વિતીય સંયોજન પ્રદાન કરનાર ડિઝાઇન કરવામાં આવી છે.

ટાટા વિંગર 15s ની લંબાઇ 5458 mm અને વ્હીકલ્સ 15-ઇંચ આપવામાં આવેલ છે. તેનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ 180mm અને 600 લીટર સામાન રાખવાની ક્ષમતા છે. વિંગર 15s ની ઇન્ટરનલ ઉંચાઇ 6.3 ઇંચ છે. તેમાં ફીચર્સ તરીકે પુશ બેક સીટસ, દરેક બેઠક પર એસી વેન્ટસ અને દરેક સીટની હરોળમાં USB ચાર્જીંગ પોઇન્ટસ આપવામાં આવ્યા છે.

ટાટા વિંગર 15s માં 2.2 લીટર DiCOR ડીઝલ એન્જીન આપવામાં આવ્યું છે જે 98bhp ના પાવરની સાથે 190Nm નો ટોર્ક જનરેટ કરે છે. ટાટા વિંગર 15s ને ટૂર એન્ડ ટ્રાવેલ સેગમેન્ટ માટે ડેવલપ કરવામાં આવેલ છે જેમાં કંપની 3 લાખ કિલોમીટર સુધી 3 વર્ષની વોરંટી આપી રહી છે.

You might also like