દિવાળી સુધી લોન્ચ થશે Tataની નવી કાર Kite 5

નવી દિલ્હી: ટાટા મોટર્સે ઓટો એક્સપો 2016 દરમિયાન 4 મીટર કોમ્પેક્ટ સેડાન Kiteનો કોન્સેપ્ટ રજૂ કર્યો હતો. હવે તેને પૂણેમાં ટેસ્ટિંગ દરમિયાન જોવા મળ્યું છે કે અને સમાચાર છે કે તેને દિવાળી સુધી લોન્ચ કરવામાં આવશે.

ગત મહિને સમાચાર આવ્યા હતા કે કંપની તેના માટે ત્રણ નામો પર વિચાર કરી રહી છે. તેમાં Tata Canvas, Tata Dribble અને Tata Ingrid સામેલ છે. લોન્ચ થયા બાદ આ કંપનીની ત્રીજી કોમ્પેક્ટ સેડાન હશે.

અહેવાલ અનુસાર તેમાં 1.2L રેવોટ્રોન પેટ્રોલ અને 1.05L ડીઝલ રેવોટ્રોન એન્જીન લાગેલું હશે. તમને જણાવી દઇએ કે આવું જ એન્જીન તાજેતરમાં લોન્ચ થયેલી હેચબેક Tata Tiagoમાં પણ લગાવવામાં આવ્યું છે. બંને વેરિએન્ટ 5-પીડ મેનુઅલ ટ્રાંસમિશનની સાથે લોન્ચ થશે. કંપની તેને AMT વેરિએન્ટમાં પણ લોન્ચ કરી શકે છે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે તેની કિંમત 4 થી 8 લાખ રૂપિયા (દિલ્હી એક્સ શો રૂમ) રાખવામાં આવશે.

You might also like