નવા સ્વરૂપમાં લોન્ચ થઇ શકે છે ટાટા નેનો, થશે ઘણા ફેરફાર

જાલંધર: ટાટાની સૌથી સસ્તી કાર નેનો લોકોએ ઘણા લોકોના કાર ખરીદવાના સપના પૂરા કર્યા છે. પરંતુ હવે આ નાની કાર નવા સ્વરૂપમાં આવનારી છે. ન્યૂઝ રિપોર્ટનું માનીએ તો નેનોનું કેબિન ટાટાની નવી હેચબેક ટિયાગોથી મળે છે. આ ઉપરાંત નેનોની કેટલાક ફોટો પણ લીક થયા છે.

રિપોર્ટ પ્રમાણે ટાટા નવી નેનોને પેલિકન નામથી રજૂ કરી શકે છે. આ ઉપરાંત નવી નેનોમાં બહાર અને અંદર તરફથી ઘણા ફેરફાર જોવા મળશે જે આના કરતાંપહેલા વાળી નેનોમાં સારી બનાવી દેશે.

આ થઇ શકે છે ફેરફાર
નવા ફ્રંટ અને બેક બમ્પર
ટિયોગા જેવું નવું ડેશબોર્ડ
સ્ટીયરિંગ વ્હીલ પર ઓડિયો અને ટેલીફોન કંટ્રોલ્સ
ટાટાની બોલ્ટ અને જેસ્ટમાં આપવામાં આવેલી ટચસ્ક્રીન જેવી ઇન્ફોટેમેન્ટ સિસ્ટમ
રેનો ક્વિડ જેવા 3 સિલેન્ડર એન્જીન જે 60 થી 80 પીએસની તાકાત આપશે

ક્વિડની જેમ આની કિંમત 2.5 લાખથી 3.5 લાખ રૂપિયાની વચ્ચે હોઇ શકે છે જેનાથી નવી નેનો આ કારોને જબરદસ્ત ટક્કર આપશે. જો કે ટાટા નેનોની આ કિંમત પર લોન્ચ કરે છે તો આ સૌથી સસ્તી કારોમાં સમાવેશ નહીં કરી શકાય.

You might also like