ટાટા મોટર્સ ટૂંક સમયમાં લાવશે 1 લીટર પેટ્રોલમાં 100KM માઈલેજ આપતી કાર

દેશની અગ્રણી કાર કંપની TATA મોટર્સ ટૂંક સમયમાં જ ભારતમાં એક નવી કાર લોન્ચ કરશે. દેશમાં પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવને જોતા લોકોને તેમાં ફાયદો થાય તે હેતુથી TATA પોતાની નવી કાર મેગાપિક્સલ લઇને આવી રહી છે. જે ટાટા નૈનોનું અપગ્રેડેડ વર્ઝન હશે. આ કાર ઘણા યૂનિક કૉમ્બિનેશન સાથે 1 લીટરમાં તમને 100 કિલોમીટર સુધીનું સફર કરાવશે.

નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, TATA મેગાપિક્સલને ટાટા નૈનો સાથે ઑટોમાબાઇલ બજારમાં ઉતારવામાં આવશે. આ કાર 1 લીટર પેટ્રોલમાં તમને 100 કિમી (બેટરી ઓનલી પાવર) માઇલેજ આપી શકે છે. જોકે માઇલેજને જોતા તેનું એન્જીન દમદાર હશે, તે માનવું મુશ્કેલ છે. ટાટાની આ કારને ઑટો સેક્શનમાં અત્યાર સુધીમાં સૌથી એડવાન્સ ટેક્નૉલૉજી વાળી કાર ગણાવવામાં આવે છે. જાણકારી મુજબ આ કારની કિંમત 5થી 6 લાખ રૂપિયા વચ્ચે રાખવામાં આવશે. TATA મેગાપિક્સલના 82માં જિનેવા મોટર શોમાં પહેલી વાર રજૂ કરવામાં આવી હતી. અને તેને 2017માં ભારતીય બજારમાં લૉંચ કરવામાં આવશે.

તો બીજી બાજુ એવું પણ માનવામાં આવે છે કે TATAની કાર પેટ્રોલથી નહિ પણ બટેરીથી ચાલે છે. આ કારને ક્યાંય રોકીને ચાર્જ નથી કરવી પડતી કેમ કે તે ચાલતા ચાલતા જ ચાર્જ થઇ જાય છે. ટાટાની મેગાપિક્સલમાં લિથિયમ આયન ફાસ્ફેટ બેટરી લાગેલી છે. જેનાથી પેટ્રોલ એન્જીન જનરેટર કારથી ચાલતા પણ ચાર્જ કરી શકાય છે. પટ્રોલ એન્જીન ઘણું ઓછુ ફ્યુલ કંજ્યુમ કરે છે. જેથી કારનું માઇલેજ ફક્ત પેટ્રોલ પુરતું સિમિત રહી જાય છે.

You might also like