ટાટાની ગ્રૂપની કંપનીના શેર ધનતેરશે જ વધુ ઘટતા અટક્યા

અમદાવાદ: ચાલુ સપ્તાહે ટાટા ગ્રૂપની લિસ્ટેડ કંપનીના શેરમાં મોટી ઊથલપાથલ થયેલી જોવા મળી હતી. સોમવારે ગ્રૂપની કંપનીના ચેરમેનપદેથી સાયરસ મિસ્ત્રીને અચાનક જ હટાવી દેવાના નિર્ણયના પગલે ટાટા ગ્રૂપની લિસ્ટેડ કંપનીના શેરમાં મંગળવારે જ મોટાં ગાબડાં પડ્યાં હતાં. ત્યાર બાદ પણ આ ગ્રૂપની કંપનીના શેર પ્રેશરમાં જોવાયા હતા.

જોકે આજે શરૂઆતે ગ્રૂપની આ કંપનીના શેરમાં વધુ ઘટાડો અટક્યો હતો. એટલું જ નહીં, કેટલીક કંપનીના શેરમાં સુધારાની ચાલ પણ જોવા મળી હતી. જેમાં ટાટા મોટર્સ કંપનીના શેરમાં ૨.૫૦ ટકા, જ્યારે ટાટા મેટાલિક્સ કંપનીના શેરમાં ૩.૬૬ ટકા ઉછાળો નોંધાયો હતો.

આજે ટાટા ગ્રૂપની કંપનીના શેરમાં જોવાયેલો સુધારો
ટાટા મેટાલિક્સ                   ૩.૬૬ ટકા
ટાટા મોટર્સ                        ૨.૫૦ ટકા
ટાટા સ્પોન્જ આયર્ન            ૧.૮૪ ટકા
ટાટા કોમ્યુ.                         ૧.૪૮ ટકા
ટાટા સ્ટીલ                          ૧.૪૪ ટકા
ટાટા ગ્લોબલ બેવરેજિસ      ૧.૩૪ ટકા
ટાટા ઈન્વેસ્ટમેન્ટ કોર્પો.       ૧.૨૫ ટકા
ટાટા કેમિકલ્સ                      ૧.૧૩ ટકા
ટાટા પાવર                          ૦.૪૪ ટકા
ટીસીએસ                            – ૦.૬૮ ટકા

You might also like