એર ઇન્ડિયાની ઘર વાપસી : ટાટા ગ્રુપે રસ દાખવ્યો

નવી દિલ્હી : ટાટા ગ્રુપ સિંગાપુર એરલાઇન્સની સાથે પાર્ટનરશિપમાં દેશની સરકારી વિમાનન કંપની એર ઇન્ડિયાને ખરીદવાની સંભાવના શોધી રહી છે. એક સમાચાર વેબસાઇટનાં દાવા અનુસાર જો ટાટા આ દિશામાં આગળ વધે અને ડીલ થઇ જાય તો તે એર ઇન્ડિયાના માટે ઘર વાપસી જેવી વાત હશે કારણ કે આ કંપની વર્ષ 1953માં રાષ્ટ્રીયકરણ થતા પહેલા ટાટાનાં જ આધિપત્યમાં જ હતી.

રિપોર્ટમાં કહેવાયું કે ટાટા ગ્રુપનાં ચેરમેન એન.ચંદ્રશેખને આ અંગે સરકાર સાથે અનૌપચારિક વાતચીતમાં એર ઇન્ડિયામાં 51 ટકા હિસ્સેદારીની ઇચ્છા વ્યક્ત કરી છે. સરકાર એક દશકથી નુકસાનમાં ચાલી રહેલી પોતાની વિમાનન કંપનીને પ્રાઇવેટ હાથમાં સોંપવાની ઇચ્છુક છે. નાણામંત્રી અરૂણ જેટલીએ હાલમાં જ કહ્યું હતું કે એવિએશન મિનિસ્ટ્રી તે તમામ સંભાવનાઓ શોધશે કે એર ઇન્ડિયાનું પ્રાઇવેટાઇઝેશન કઇ રીતે કરવામાં આવે. એર ઇન્ડિયા પર હજી 52 હજાર કરોડ રૂપિયાનું ભાણુ દેવું છે.

સરકાર તેનાં માટે 30 હજાર કરોડ રૂપિયાનું બેલઆઉટ પેકેજ મંજૂર કરી ચુકી છે. જેમાં 24 હજાર કરોડ રૂપીયાની રકમ ચુકવાઇ પણ ચુકી છે. 2013માં ટાટા ગ્રુપનાં ચેરમેન રતન ટાટાએ કહ્યું હતુ કે જ્યારે પણ ઇન્ડિયાને પ્રાઇવેટાઇઝેશ થશે ત્યારે તે અંગે તે અંગે વિચાર કરવામાં ટાટા ગ્રુપને આનંદ થશે.

You might also like