ટાટા ગ્રૂપની મોટા ભાગની કંપનીના શેર ધોવાયા

અમદાવાદ: ટાટા ગ્રૂપના ચેરમેનપદેથી સાયરસ મિસ્ત્રીને અચાનક હટાવી દેવાનો નિર્ણય કરતા આજે શરૂઆતે અપેક્ષા મુજબ ગ્રૂપની કંપનીના શેરમાં ઘટાડાની ચાલ જોવા મળી હતી.  ટાટા ગ્રૂપની મોટા ભાગની કંપનીના શેરમાં એકથી ત્રણ ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો. બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે ટાટા ગ્રૂપમાં જોવા મળી રહેલી ક્યાંક અસમંજસ અને અનિર્ણાયકતા ભરી પરિસ્થિતિમાં રોકાણકારોને વેચવાલી આવતાં આ કંપનીના શેરમાં ઘટાડાની ચાલ જોવા મળી હતી.

આજે ટાટા ગ્રૂપની કંપનીના શેરમાં જોવાયેલ ઘટાડો
ટાટા મેટાલિક્સ           ૩.૦૦ ટકા
ટાટા કોમ્યુનિકેશન       ૨.૫૦ ટકા
ટાટા કેમિકલ               ૨.૬૦ ટકા
ટાટા સ્ટીલ                  ૨.૫૦ ટકા
ટાટા પાવર                 ૧.૮૫ ટકા
ટાટા ઈન્વેસ્ટમેન્ટ          ૧.૪૪ ટકા
ટીસીએસ                    ૧.૦૦ ટકો
ટાટા એલેક્સી              ૦.૮૦ ટકા
ટાટા મોટર્સ                 ૦.૩૦ ટકા

You might also like