ટેસ્ટી મસાલા હોટ ડોગ

સામગ્રી:
3 હોટડોગ બન
2 ચમચી માખણ
1 ચમચી જીરું
1/2 કપ ડુંગળી
1/2 કપ ટામેટા
1 ચમચી લસણ પેસ્ટ
1 ચમચી લાલ મરચાનો પાઉડર
1/4 ચમચી હળદર
2 ચમચી પાઉંભાજી મસાલો
1/2 કપ કેપ્સીકમ મરચા
મીઠું સ્વાદપ્રમાણે
1/2 લીંબૂનો રસ
2 ચમચી કોથમીર

બનાવવાની રીત: સૌથી પહેલા ગેસ પર પેન મૂકો. પછી એમાં માખણ નાંખીને ગરમ કરો. જ્યારે માખણ પીગળી જાય ત્યારે એમાં જીરું નાંખો, જરું શેકાઇ ગયા બાદ એમાં ડુંગળી નાંખીને લાલ કરી દો. ત્યારબાદ એમાં ટામેટા, લસણ પેસ્ટ, હળદર, લાલ મરચાનો પાઉડર, પાવભાજી મસાલો, કેપ્સીકમ મરચું અને મીઠું નાંખીને બનાવો. ચાર પાંચ મીનીટ કૂકિંગ બાદ એમાં લીંબૂનો રસ અને કોથમીર નાંખો. પછી એમાં ફરીથી ચાર પાંચ મિનીટ કૂકિંગ કરીને તાપ બંધ કરી દો. હવે બનને વચ્ચેથી કાપીને મસાલો ભરી દો. ત્યારબાદ પેનમાં માખણ નાંખીને ગરમ કરો. જ્યારે માખણ પીગળી જાય તો એમાં પાવભાજીનો મસાલો અને કોથમીર નાંખો. ત્યારબાદ એમાં મસાલાવાળું બન પેન પર રાખીને ફ્રાય કરો. તમારું મસાલા હોટ ડોગ તૈયાર છે.

You might also like