ઘરે બનાવો સ્વાદિષ્ટ ટેસ્ટી બ્રોકોલી પરાઠા…..

ઘઉંનો લોટ – 2 કપ, ફ્રાઇડ બ્રોકલી-2 કપ (કદૂકસ કરેલી), પનીર – 2 કપ (છીણેલું), લીલા મરચાં – 2 કાપેલા, ધાણા જીરૂં – 2 ચમચી, મીઠું – સ્વાદ અનુસાર, તેલ – 2 ચમચી, લીલી કોથમીર – 1 ચમચી (કાપેલી)

એક બાઉલમાં લોટ, મીઠું અને તેલ નાંખીને લોટને સારી રીતે બાંધીને અંદાજે 10 મીનીટ માટે ઢાંકીને રાખો. સ્ટફિંગ માટે એક બાઉલમાં ફ્રાઇ કરેલી બ્રોકલી, પનીર, લીલા મરચા, ધાણા જીરૂં, ધાણાનો પાવડર અને મીઠું નાખી બધાને સારી રીતે મિક્સ કરી લો.

હવે લોટને બરાબર ભાગમાં વહેંચણી કરીને એક સરખા લોયા બનાવો. હવે તે લોયાને હાથથી ચપટા કરી લો અને તેમાં બ્રોકલીની સ્ટફિંગ કરો અને લોયાને ચારે બાજુથી બંધ કરી દો. પછી લોયાને ઘી લગાવી ગરમ કરો. ત્યારબાદ એક તવા પર તેલ લગાવી અને પરાઠાના બંને તરફથી શેકી લો. ત્યારબાદ સર્વિંગ પ્લેટમાં નીકાળી તેને ગરમા-ગરમ સર્વ કરો.

You might also like