તારાપુર-વટામણ રોડ પર તૂફાન જીપ-રિક્ષા વચ્ચે અકસ્માત ત્રણનાં મોત

અમદાવાદ: તારાપુર-વટામણ રોડ પર ગઈકાલે વહેલી સવારે તૂફાન જીપ અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા ત્રણ મુસાફરનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. જ્યારે ચારને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને કરમસદની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં અાવ્યા છે.

અા અંગેની વિગત એ‍વી છે કે તારાપુર નજીક અાવેલા ઈંદ્રણજ ગામના રહીશ લખુભા મોહબતસિંહ રાવોલ પીઅાગો રિક્ષા ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ગઈકાલે સવારે રાબેતા મુજબ કસબારાથી પેસેન્જર ભરી લખુભા રિક્ષા લઈ ફતેહપુરા તરફ જઈ રહ્યા હતા ત્યારે તારાપુર-વટામણ રોડ પર કસબારા નજીક જ પાછળથી પૂરઝડપે અાવેલી તૂફાન જીપે રિક્ષાને ટક્કર મારતા રિક્ષામાં બેઠેલાં મુસાફરો રોડ પર ફંગોળાયા હતા અને રિક્ષાનો કચ્ચરઘાણ બોલી ગયો હતો. અા ઘટનામાં રિક્ષામાં બેઠેલ ત્રણ મુસાફરના ઘટનાસ્થળે જ મોત થયાં હતાં જ્યારે ચારને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે ખસેડવામાં અાવ્યા હતા.

અા ઉપરાંત અમરેલી બાબરા રોડ પર ચમારડી નજીક ટ્રકે બાઈકને અડફેટે લેતાં સર્જાયેલા અકસ્માતમાં છગનભાઈ સોમાભાઈ સાગઠિયા અને તેમના પુત્ર સંજયનું ગંભીર ઈજા થતાં ઘટનાસ્થળે મોત થયું હતું. અા અંગે પોલીસે ગુના દાખલ કરી તપાસ હાથ ધરી છે.

You might also like