હાસ્ય લેખક તારક મહેતાનું નિધન

અમદાવાદઃ જાણીતા હાસ્ય લેખક તારક મહેતાનું લાંબી બિમારી બાદ આજે નિધન થયું છે. તેમના પાર્થિવ દેહનું દેહદાન કરવાનો પરિવારજનોએ નિર્ણય કર્યો છે. તારક મહેતા એક ઉમદા હાસ્ય લેખક હતા. તેમની કોલમ તારક મહેતાના ઉલ્ટા ચશ્મા વાંચકોમાં ખૂબ જ લોક પ્રિય હતી.  જેની પરથી હાલ સબટીવી પર તારકા મહેતા કા ઉલ્ટા ચશ્માની સિરિયલ પણ ચાલી રહી છે. આ સીરિયલ છેલ્લાં આઠ વર્ષથી ચેનલ પર ચાલી રહી છે. જેને પણ પ્રક્ષકોએ એટલી જ પસંદ કરી રહ્યાં છે.

વ્યંગ લેખકની અચાનક વિદાય પૂરી શકાય તેમ નથી. ખૂબ જ હળવા અંદાજમાં  અસરકાર બાબતો તારક મહેતા વાંચકો માટે લઇને આવતા હતા.  તેમના નિધનથી ગુજરાતી સાહિત્ય જગતમાં શોકનું મોજુ છવાઇ ગયું છે. તેમનો જન્મ ડિસેમ્બર 1929માં થયો હતો. 2015માં તેઓ પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં હતા. તેઓ લાંબા સમયથી બિમાર હતા. તેમણે હાસ્યની અનોખી શૈલીને જન્મ આપ્યો હતો. તારકના ટપુડાથી તેઓ ઘર ઘરમાં જાણીતા થયા હતા.

1945માં તેઓએ મેટ્રિક પાસ કરી હતી અને 1956માં ખાલસા કોલેજ, મુંબઇથી ગુજરાતી વિષયમાં બી.એ. જ્યારે 1958માં ભવન્સ કોલેજ મુંબઇથી ગુજરાતી વિષયમાં એમ.એ. કર્યું હતું. તેઓ 1958-59માં ગુજરાતી નાટ્યમંડળના કાર્યાલયમાં કાર્યકારી મંત્રી હતા. જ્યારે 1959-60માં તેઓ પ્રજાતંત્ર દૈનિક ઉપમંત્રી તરીકે ફરજ બજાવી ચૂક્યા હતા. જ્યારે 1960થી 1986 સુધી ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયમાં ફિલ્મસ અને ડિવિઝન સાથે તેઓ કાર્યરત હતા. તેમની લોકપ્રિય રચનાની વાત કરીએ તો ત્રિઅંકી નાટર આકાશ નવી ધરતી, પ્રહસન કોથળામાંથી બિલાડું, દુનિયાને ઊંધા ચશ્મા, તારક મહેતાના ઊંધા ચશ્મા, તારક મહેતાનો ટપુડો, તારક મહેતાના ટપુડાનો તરખાટ, દોઢડાહ્યા તારક મહેતાની ડાયરી જેવા અનેક હાસ્યલેખ સંગ્રહો છે. તારક મહેતાના નિધન પર તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ટીમે પણ શોક વ્યક્ત કર્યો છે.

 

http://sambhaavnews.com/

You might also like