સપનું સાચું પડ્યુંઃ તારા અાલિશા

તેલુગુ ફિલ્મોથી અભિનય કાર‌િકર્દી શરૂ કરનાર તારા અાલિશા બેરીઅે ૨૦૧૪માં ફિલ્મ ‘મસ્તરામ’થી હિન્દી સિનેમામાં ડેબ્યૂ કર્યું. ત્યારબાદ તે પરફેક્ટ ગર્લમાં જોવા મળી. ત્યારબાદ રવીન્દ્રનાથ ટાગોર લિખિત ચોખેરવાલીના અનુરાગ બાસુ નિર્દેશિત એક ટીવી અેપિસોડમાં પણ કામ કર્યું. હાલમાં તેણે ‘લવ ગેમ્સ’ ફિલ્મમાં કામ કર્યું. તારા કહે છે કે હું પહેલેથી જ અભિનેત્રી બનવા ઇચ્છતી હતી, પરંતુ મારા પિતા મને અા પ્રોફેશનમાં અાવવા દેવા ઇચ્છતા ન હતા. મારા મનમાં કેટલાક અન્ય વિકલ્પ પણ હતા. મેં વિચાર્યું હતું કે અાર્ટ ડિરેક્શન કે રાઈ‌િટંગમાં જવું, પરંતુ હું ગમે તે રીતે અા બિઝનેસનો ભાગ બનવા ઇચ્છતી હતી. એક્ટિંગ મારી પ્રાથમિકતા હતી અને હું ખુશ છું કે મારું અા સ્વપ્ન પૂરું થયું.

તારાની ઇચ્છા ચેટમેન યુનિવર્સિટીમાં એક્ટિંગનો અભ્યાસ કરવાની હતી, પરંતુ તેણે ‌િસ્ક્રપ્ટ રાઈ‌િટંગ અને ફિલ્મ પ્રોડક્શનનો કોર્સ કર્યો. તે કહે છે કે હું તે સમયે બેંગલુરુ હતી અને કોલેજ જવા ઇચ્છતી ન હતી અને મુંબઈ પરત ફરીને એક્ટિંગ કરવા ઇચ્છતી હતી, પરંતુ મારાં માતા-પિતા ઇચ્છતાં હતાં કે હું એક ડિગ્રી લઉં. તેથી મેં િવચાર્યું કે હું કંઈક એવું કરું, જે ફિલ્મો સાથે જોડાયેલું હોય. તેથી મેં અા કોર્સ કર્યો. ત્યારબાદ મેં અમેરિકામાં મેથડ અેક્ટિંગનો પણ કોર્સ કર્યો. મેં મુંબઈમાં પણ ચાર મ‌િહના એક્ટિંગનો કોર્સ કર્યો. શું ભવિષ્યમાં તારા ફિલ્મ નિર્માણ કે નિર્દેશન કરશે. અા અંગે તે કહે છે કે હું અા ક્ષેત્રમાં જ્યારે સંપૂર્ણ રીતે કો‌િન્ફડન્ટ બની જઈશ ત્યારે હું તે ક્ષેત્રમાં ઝંપલાવીશ. હાલમાં તો મારું ફોકસ એક્ટિંગ પર જ છે. •

You might also like