સ્ક્રીન ઇમેજથી અલગ રિયલ લાઇફમાં ખૂબ જ રોમેન્ટિક છે તાપસી પન્નુ

તાપસી પન્નુની ફિલ્મી ઇમેજ એક એવી છોકરીની છે કે જેને કોઇ છોકરો કદાચ પ્રપોઝ કરે તો પણ તરત તેને પંચ મારી દેશે, પરંતુ પોતાની સ્ક્રીન ઇમેજથી અલગ રિયલ લાઇફમાં તાપસી ખૂબ જ રોમેન્ટિક છે. તેને પરદા પર રોમાંસ કરવો ખૂબ મુશ્કેલ લાગે છે. ‘દિલ જંગલી’ ફિલ્મમાં પહેલી વાર રોમેન્ટિક પાત્રમાં તે જોવા મળી. આ ફિલ્મમાં તાપસીએ કરોલી નાયર નામની એક રોમેન્ટિક છોકરીનું પાત્ર ભજવ્યું. ફિલ્મમાં તેની ઓપોઝિટ સાકિબ સલીમ છે. તાપસી હાલમાં ‘મૂલ્ક’, ‘મન મર્જિયાં’ અને ‘સુરમા’ જેવી કેટલીક મોટી ફિલ્મોના શૂટિંગમાં વ્યસ્ત છે.

‘બેબી’ અને ‘પિન્ક’ જેવી ફિલ્મોમાં તાપસીએ જબરદસ્ત અભિનયનો પરિચય આપ્યો અને તે એક દમદાર અભિનેત્રી તરીકે ઊભરી. ગયા વર્ષે ‘નામ શબાના’ અને ‘જૂડવા-૨’ જેવી ફિલ્મો બાદ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેની ધાક જામી ગઇ. ‘જૂડવા-૨’ના બોલ્ડ અંદાજમાં પણ લોકોએ તાપસીને ખૂબ પસંદ કરી. આ ફિલ્મમાં તે બીજી અભિનેત્રી જેકલીનને ટક્કર આપવામાં સહેજ પણ પાછળ ન રહી. તેલુગુ ફિલ્મ ‘ઝુમન્દીનાદમ’થી કરિયર શરૂ કરનાર તાપસીએ અત્યાર સુધી અલગ અલગ પ્રકારના રોલ કર્યા છે.

તાપસીનું માનવું છે કે જો તમારી અંદર દર્શકોને સિનેમાઘર સુધી લાવવાની તાકાત હોય તો તમે સ્ટાર છો અને સ્ટાર બનતાં પહેલાં સારા એક્ટર બનવું અત્યંત જરૂરી છે. હું એવાં પાત્ર ભજવવા ઇચ્છું છું, જેથી દર્શકો મને વર્ષો સુધી યાદ રાખે. તાપસીએ સ્ટારવાળી ‌ફીલિંગ્સથી ખુદને બચાવીને રાખી છે. તે કહે છે કે સ્ટારવાળી ફીલિંગ્સથી કલાકાર પોતાની વાસ્તવિકતા ગુમાવી દે છે. •

You might also like