ટાન્ઝાનિયાની વિદ્યાર્થિની સાથે અભદ્ર વર્તન અંગે રાહુલ ગાંધીઅે રિપોર્ટ માગ્યો

બેંગલુરુ: બેંગલુરુમાં ટાન્ઝાનિયાની અેક વિદ્યાર્થિની સાથે અભદ્ર વર્તન થયાનો મામલો બહાર આવ્યાે છે, જેમાં ટોળાઅે આ યુવતીનાં કપડાં ફાડી નાખ્યાં હતાં. પોલીસે આ અંગે ક્રિમીનલ કેસ દાખલ કરી ચાર આરોપીની ધરપકડ કરી છે. આ મામલે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી અને વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે કર્ણાટક સરકાર પાસે રિપોર્ટ માગ્યો છે. કોંગ્રેસના મહાસચિવ દિગ્વિજયસિંહે ટિવટ કરી આ અંગે માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે કોંગ્રેસ આ ઘટનાને વખોડી કાઢે છે. આ ઘટનાને વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે પણ શરમજનક ગણાવી છે.

બેંગલુરુમાં ગત રવિવારે વિદેશી વિદ્યાર્થિનીની કાર નીચે આવી જતાં અેક મહિલાનું મોત થયા બાદ કેટલાક લોકોઅે કાર ચલાવતાં બીજા વિદેશી વિદ્યા‌િર્થની મારપીટ કરી હતી અને કારને આગ લગાવી દીધી હતી. આ દરમિયાન ત્યાંથી પસાર થતી અેક ટાન્ઝાનિયાની વિદ્યાર્થિની સાથે ટોળાઅે અભદ્ર વર્તન કરી તેનાં કપડાં ફાડી નાખ્યાં હતાં. પોલીસે આ બાબતે ક્રિમીનલ કેસ દાખલ કરી ચાર આરોપીની ધરપકડ કરી છે. આ ઘટના બાદ ટાન્ઝાનિયાની અેમ્બેસીઅે ભારત સરકારને આ કેસમાં યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું છે.

બેંગલુરુના પોલીસ કમિશનર અેન.અેસ. મેઘારીખે જણાવ્યું કે પોલીસે આ ઘટનામાં ડ્રાઈવરને ટોળામાંથી બચાવી તેની અકસ્માત બદલ ધરપકડ કરી છે. ટોળાઅે કારને આગ લગાવી દીધી હતી ત્યારે ટાન્ઝાનિયાના અન્ય પાંચ લોકો ત્યાં આવી જતાં ટોળાઅે તેમને ઘેરી લીધા હતા. ટાન્ઝાનિયાની અેક યુવતીને કથિત રીતે કપડાં ફાડી નાખી તેને ફેરવી હોવાના આરોપ અંગે પોલીસે જણાવ્યું કે અમે મીડિયામાં આવા અહેવાલ આવ્યા બાદ યુવતીનું નિવેદન લીધું છે અને આરોપીઓની તપાસ કરી રહ્યા છીઅે. ઘટના બાદ તે યુવતી ત્યાંથી ભાગી ગઈ હતી અને ડરના કારણે પોલીસ પાસે આવી ન હતી. તેમણે વધુમાં જણાવ્યુ‌ં કે આ અકસ્માતનો કેસ છે, જેમાં ટોળાઅે ખોટા લોકોને નિશાન બનાવ્યા છે. આ કેસમાં હજુ કોઈની ધરપકડ થઈ નથી અને તપાસ ચાલુ છે. આ કેસમાં ટાન્ઝાનિયાની વિદ્યાર્થિનીની ફરિયાદના આધારે પોલીસે મહિલા સાથે શાર‌ીરિક છેડતીનાે કેસ દાખલ કર્યો છે.

You might also like