અંધશ્રદ્ધાના નામે તાંત્રિકે 120 મહિલા સાથે સેક્સ સંબંધો બાંધ્યા

હિસાર: હરિયાણાના ફતેહાબાદ જિલ્લાના ટોહાનામા બાબા બાલકનાથ મંદિરના પૂજારી અમરપુરી ઉર્ફે બિલ્લુનો એક વીડિયો વાઈરલ થયો છે, જેમાં તે મહિલાઓ સાથે કઢંગી હાલતમાં દેખાય છે. ત્યારબાદ પોલીસે બિલ્લુની ધરપકડ કરી હતી.

તાંત્રિક અમરપુરીની ધરપકડ બાદ પોલીસે તપાસ કરતાં જે કંઈ મળી આવ્યું તેનાથી સમગ્ર પોલીસ અને વહીવટીતંત્ર ચોંકી ઊઠ્યું છે. પોલીસ દ્વારા પાડવામાં આવેલા દરોડામાં ૧૨૦ મહિલાઓ સાથે સેક્સ સંબંધોના તેના વીડિયો મળી આવ્યા છે.

અહેવાલો અનુસાર અમરપુરી ઉર્ફે બિલ્લુ પ્રેત-બાધાના નામે મહિલાઓને ફસાવતો હતો અને તંત્રવિદ્યા દરમિયાન મહિલાઓને નશીલી દવાઓ આપતો હતો, જેના કારણે મહિલાઓ બેભાન થઈ જતી હતી અને ત્યાર બાદ તાંત્રિક બિલ્લુ મહિલાઓ પર રેપ કરતો હતો અને તેનો વીડિયો ઉતારતો હતો અને ત્યારબાદ તે મહિલાઓને બ્લેકમેલ કરીને તેમની પાસેથી મોટી રકમ પડાવતો હતો એટલું જ નહીં, મહિલાઓને વીડિયોના નામે ધમકાવીને તેમની સાથે ફરીથી શારીરિક સંબંધો બાંધતો હતો.

પોલીસને મળેલી જાણકારી અનુસાર ટોહાના સ્થિત શક્તિનગરમાં બાબા બાલકનાથ મંદિરના પૂજારી અમરીપુરીનો મહિલાઓ સાથેના શારીરિક સંબંધોનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ ગયો હતો. ત્યાર બાદ ડીએસપી જોગીન્દ્ર શર્માને આ મામલાની જાણકારી મળતાં તેમણે સીઆઈએ, મહિલા પોલીસ સ્ટેશન અને શહેર પોલીસ સ્ટેશનની ત્રણ ટીમની રચના કરીને અમરપુરીની ધરપકડ કરવાના આદેશ કર્યા હતા.

પોલીસે અમરપુરી ઉર્ફે બિલ્લુની ધરપકડ કરીને તેની સામે બળાત્કાર, આઈટી એક્ટ, બ્લેકમેલિંગ સહિત અન્ય કલમો હેઠળ કેસ દાખલ કર્યો છે. પોલીસને અમરપુરી પાસેથી ૧૨૦ વીડિયો મળ્યા છે, જેમાં તે મહિલાઓ સાથે સેક્સ સંબંધ બાંધતો દેખાય છે. આ ઉપરાંત આ તાંત્રિકના રૂમમાંથી નશીલી ટેબ્લેટ અને તંત્રમંત્રનો અન્ય સામાન પણ જપ્ત કર્યો છે.

You might also like