ભારત-પાક. બોર્ડર પર તનોટ માતાનાં મંદિરથી આજે પણ ડરે છે પાકિસ્તાની સેના

રાજસ્થાનનાં જેસલમેરમાં ભારત-પાકિસ્તાનની બોર્ડર પર આવેલ તનોટ દેવી માંનું મંદિર આપણાં દેશની બોર્ડર પર બીએસએફનાં સૈનિકોની રક્ષા કરી રહી છે. બોર્ડર પર સ્થિત આ મંદિરને કારણે પાકિસ્તાની સેનામાં એક પ્રકારનો ખોફ જોવાં મળે છે.

બીએસએફ પણ દેવી માંનાં ચમત્કારોને માને છે જેથી 1965નાં યુદ્ધ બાદ બીએસએફએ જ આ મંદિરનું કમાન સંભાળી રાખેલ છે. 1965ની જંગમાં પાકિસ્તાનનાં આ મંદિરને નિશાન બનાવીને હજારો ગોળા નાખ્યાં. પરંતુ દરેક વખતે તેમને હારનો જ સામનો કરવો પડ્યો.

ઉલ્લેખનીય છે કે જેસલમેરમાં ભારત-પાકિસ્તાન સીમા પાસે સ્થિત તનોટ રાય માતા મંદિરમાં 1965 અને 1971ની લડાઇ દરમ્યાન પાકિસ્તાન દ્વારા અનેક બોમ્બ ફેંકવામાં આવ્યાં પરંતુ દરેક વખતે એમને અસફળતા જ હાથ લાગી છે. આજે પણ મંદિરનાં સંગ્રહાલયમાં પાકિસ્તાન દ્વારા ફેંકવામાં આવેલ જીવિત બોમ્બ રાખવામાં આવેલ છે.

આ મદિર લગભગ 1200 વર્ષ પ્રાચીન છે. જો કે આ મંદિર હંમેશા સેના માટે આસ્થાનું જ કેન્દ્ર રહ્યું છે પણ 1965ની ભારત-પાકિસ્તાન લડાઇ બાદ આ મંદિર પોતાનાં ચમત્કારો માટે દુનિયાભરમાં પ્રસિદ્ધ થઇ ગયું છે.

1965ની લડાઇમાં પાકિસ્તાની સેના તરફથી ફેંકવામાં આવેલ લગભગ 3000 બોમ્બ પણ આ મંદિરને સહજ પણ નુકસાન નથી પહોંચાડી શક્યું. એટલે સુધી કે મંદિરનાં પરિસરમાં ફેંકાયેલ 450 બોમ્બમાંથી એક પણ બોમ્બ પણ ફાટ્યો નથી. આ બોમ્બ હવે મંદિર પરિસરમાં બનાવવામાં આવેલ એક સંગ્રહાલયમાં ભક્તોનાં દર્શન માટે ખુ્લ્લું રાખવામાં આવેલ છે.

જેસલમેરનાં થાર રણમાં 120 કિ.મી દૂર સીમા પાસે સ્થિત સિદ્ધ તનોટ રાય માતા મંદિરથી ભારત-પાકિસ્તાનનાં યુદ્ધની અજીબો-ગરીબ યાદો જોડાયેલ છે. રાજસ્થાનનાં જેસલમેર ક્ષેત્રમાં પાકિસ્તાની સેનાને પરાજય કરવામાં તનોટ માતાનું યોગદાન સૌથી વધુ રહેલું છે.

એટલે સુધી એવી માન્યતા મનાય છે કે યુદ્ધ દરમ્યાન તનોટ રાય માતાએ ભારતીય સૈનિકોની મદદ કરી હતી જેથી પાકિસ્તાની સેનાને પાછળ હટવું પડ્યું હતું.

1965નાં યુદ્ધ બાદ આ મંદિરની જવાબદારી સીમા સુરક્ષાએ સંભાળી લીધી. આ યુદ્ધની જીત બાદ આ મંદિરનાં પરિસરમાં એક વિજયસ્તંભનું નિર્માણ પણ કરવામાં આવ્યું. કે જ્યાં દર વર્ષે 16 ડિસેમ્બરે અહીં ઉત્સવ મનાવવામાં આવે છે.

You might also like