Categories: Gujarat

જ્વલનશીલ પદાર્થ ભરેલા ટેન્કરમાં બ્લાસ્ટ થતાં ભાગદોડઃ એકનું મોત, ત્રણ ગંભીર

અમદાવાદ: જામનગર-ખંભાળિયા હાઈવે પર સિક્કા પાટિયા પાસે જ્વલનશીલ પદાર્થ ભરેલા ટેન્કરમાં જોરદાર બ્લાસ્ટ થતાં ભારે ભાગદોડ મચી ગઈ હતી. અા ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હતું જ્યારે ત્રણને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો.

પ્રાપ્ત થતી માહિતી અનુસાર અા અંગેની વિગત એ‍વી છે કે જામનગર-ખંભાળિયા હાઈવે પર સિક્કા પાટિયાથી ખાવડી જવાના માર્ગ પર અાવેલી એક વેલ્ડિંગની દુકાન પાસે જ્વલનશીલ પદાર્થ ભરેલું એક ટેન્કર પાર્ક કરી અા ટેન્કરમાં વેલ્ડિંગકામ કરવામાં અાવી રહ્યું હતું ત્યારે વેલ્ડિંગ કરતી વખતે અાગના તિખારા ટેન્કર પર પડતાં અાગ લાગ્યા બાદ બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ થતાં જ ટેન્કરની ટાંકીના બે ભાગ થઈ ગયા હતા.

અા બનાવમાં વેલ્ડિંગનું કામ કરી રહેલા યુવાનને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું જ્યારે ટેન્કરના ડ્રાઈવર સહિત ત્રણને ગંભીર ઈજાઓ પહોંચતા જામનગરની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં અાવ્યા છે. ટેન્કરમાં બ્લાસ્ટ થતાં જોરદાર ધડાકાના કારણે ભારે ભયનો માહોલ ઊભો થયો હતો અને ભાગદોડ મચી ગઈ હતી. અફવાઓએ પણ જોર પકડતાં લોકોના ટોળેટોળાં રોડ પર અાવી ગયાં હતા. પોલીસે અા અંગે ગુનો દાખલ કરી અાગળની તપાસ શરૂ કરી છે.

http://sambhaavnews.com/

divyesh

Recent Posts

સગવડના બદલે અગવડઃ BRTSના સ્માર્ટકાર્ડધારકો ધાંધિયાંથી પરેશાન

અમદાવાદ: તાજેતરમાં મ્યુનિસિપલ સત્તાવાળાઓએ સરદાર વલ્લભભાઇ પટેલ હોસ્પિટલને અર્બન હેલ્થ કેરના મામલે દેશભરમાં શ્રેષ્ઠ હોસ્પિટલ ગણાવવાની સાથે-સાથે બીઆરટીએસ સર્વિસને પણ…

19 hours ago

કેન્દ્રીય વિદેશ પ્રધાનની ઉપસ્થિતિમાં વાઈબ્રન્ટ સમિટમાં આફ્રિકા છવાયુ

ગાંધીનગર: કેન્દ્રિય વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજની ઉપસ્થિતિમાં આજે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૧૯ના ત્રીજા દિવસ અંતર્ગત આજે આફ્રિકા ડેની ઉજવણી…

20 hours ago

ધો.૧૦-૧રની પ્રિલિમિનરી પરીક્ષાનો ર૮મીથી આરંભ

અમદાવાદ: અમદાવાદ શહેર અને જિલ્લામાં ધો.૧૦ અને ૧રના વિદ્યાર્થીઓ માટેની ફાઇનલ પરીક્ષાના રિહર્સલ સમી પ્રિલિમિનરી પરીક્ષાનો પ્રારંભ ર૮ જાન્યુઆરી સોમવારથી…

20 hours ago

જો તું મારી સાથે સંબંધ નહીં રાખે તો હું તને જાનથી મારી નાખીશ

અમદાવાદ: તું મારો ફોન કેમ નથી ઉપાડતી..મારી સાથે સંબંધ કેમ નથી રાખતી..જો તું મારી સાથે સંબંધ નહીં રાખે તો હું…

20 hours ago

PM મોદી સવારે માતા હીરાબાને મળવા પહોંચી ગયા, આશીર્વાદ લીધા

અમદાવાદ: નરેન્દ્ર મોદી૧૭મી જાન્યુઆરીથી ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે છે. આજે તેમના ગુજરાતમાં રોકાણના ત્રીજા અને અંતિમ દિવસે તેઓ તેમના વ્યસ્ત…

20 hours ago

દિલ્હીમાં દ‌ક્ષિણ ભારતનાં ધાર્મિક સંંગઠનો પર આતંકી હુમલાની સા‌જિશનો પર્દાફાશ

નવી દિલ્હી:  દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ અને ઇન્ટેલિજન્સ એજન્સીએ દ‌િક્ષણ ભારતમાં ધાર્મિક સંગઠનો પર મોટા આતંકી હુુમલાની સા‌જિશનો પર્દાફાશ કરીને…

20 hours ago