‘બાહુબલી’ની હિરોઈન તમન્નાએ કહ્યું, મારી ઋત્વિક સાથે રોમાન્સ કરવાની ઈચ્છા છે

વર્ષ ૨૦૦૫માં ફિલ્મ ‘ચાંદ સા રોશન ચેહરા’થી કરિયર શરૂ કરનાર તમન્ના ભાટિયા મૂળ સાઉથની ફિલ્મોની અભિનેત્રી છે. બોલિવૂડમાં અત્યાર સુધી તેણે કુલ ૧૦ ફિલ્મ પણ કરી નથી, જ્યારે સાઉથની ત્રણ ભાષામાં તેણે ડઝન જેટલી ફિલ્મો કરી છે. ફિલ્મો સાઉથની હોય કે બોલિવૂડની તે પોતાનાં પાત્રો સાથે પ્રયોગ કરતી રહે છે.

‘બાહુબલિ-૨ઃ ધ કન્ક્લુઝન’ જેવી ફિલ્મો કર્યા બાદ તમન્ના ‘ક્વીન’ના તેલુગુ સંસ્કરણમાં કામ કરવા જઇ રહી છે, જેનું નિર્દેશન નેશનલ એવોર્ડ વિજેતા રહેલા નીલકંઠ રેડ્ડી કરશે. આ ઉપરાંત તે ‘ખામોશી’ ફિલ્મનું શૂટિંગ પણ કરી રહી છે. આ એક સુપર નેચરલ હોરર થ્રિલર ફિલ્મ છે, જેમાં તેની સાથે પ્રભુ દેવા જોવા મળશે.

તમન્નાને ‘બાહુબલિ’ના પહેલા પાર્ટની સફળતાનો ખૂબ જ લાભ મળ્યો, પરંતુ બીજા ભાગમાં તેનું પાત્ર ખૂબ જ નાનું હતું. તમન્ના બાહુબલિ સાથે રોમાન્સ કરતાં ખૂબ જ સુંદર લાગતી હતી. દર્શકોએ તેને ખૂબ જ પ્રેમ કર્યો, પરંતુ બીજી તરફ ‘બાહુબલિ-૨’માં તેના રોલથી નિરાશા થઇ. તાજેતરમાં આઇએમડીબીની ટોપ ટેન બોલિવૂડ સ્ટારની યાદીમાં તમન્નાએ ચોથું સ્થાન મેળવીને લોકોને હેરાન કરી દીધા છે.

સૌથી વધુ ચોંકાવનારી વાત એ છે કે આ યાદીમાં હીરોઇનની બાબતમાં તે સૌથી ઉપર રહી. પહેલાં ત્રણ સ્થાન પર શાહરુખ ખાન, આમિર ખાન અને સલમાન ખાન હતા અને ચોથા સ્થાને તમન્નાને જગ્યા મળી. તમન્ના ઋત્વિકની ડાન્સ સ્ટાઇલની જબરજસ્ત ફેન છે અને ઋત્વિક જેવું ડાન્સિંગ ટેલેન્ટ આજ સુધી તેણે જોયું નથી. સિલ્વર સ્ક્રીન પર ઋત્વિક સાથે રોમાન્સ કરવા ઇચ્છે છે.

You might also like