તમીમ ઇકબાલે ઈંગ્લેન્ડમાં થયેલા એસિડ હુમલાનું ખંડન કર્યું

લંડનઃ બાંગ્લાદેશના સ્ટાર બેટ્સમેન તમીમ ઇકબાલે એસેક્સ કાઉન્ટી ક્લબ છોડવા પાછળ એસિડ હુમલાની ઘટનાને નકારી કાઢી છે. તેણે પોતાના ફેસબુક પેજ પર લખ્યું છે કે મીડિયામાં કારણ વગરની કહાણીઓ આવી રહી છે. મારી સાથે આવું કંઈ બન્યું જ નથી. તેણે લખ્યું છે કે ઈંગ્લેન્ડમાં ક્રિકેટ રમવું મને બહુ જ ગમે છે. એ સ્થળ મારી પસંદગીનું સ્થળ છે અને એસેક્સ તરફથી મને ઘણો સપોર્ટ પણ મળ્યો છે. જોકે અંગત કારણોથી મારે બહુ જલદીથી એસેક્સ કાઉન્ટી ક્લબ છોડવી પડી છે.

ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશી અખબાર ‘ડેઇલી સ્ટાર’એ પોતાના અહેવાલમાં કહ્યું હતું કે ઈંગ્લેન્ડની રેસ્ટોરાંમાંથી જ્યારે તમીમ પોતાની પત્ની આયેશા અને અને એક વર્ષની પુત્રી સાથે જમીને બહાર નીકળી રહ્યો હતો એ સમયે કેટલાક લોકોએ તેનો પીછો કર્યો હતો અને તેના પર એસિડ હુમલો કર્યો હતો. એ વખતે તમીમની પત્નીએ હિજાબ પહેર્યો હતો.

અખબારનો દાવો કર્યો હતો કે તમીમને રેસ્ટોરાંથી બહાર જવાનું કહેવાયું હતું અને તેના પર એસિડ ફેંકવામાં આવ્યો હતો, પરંતુ તમીમ કોઈ પણ રીતે બચીને નીકળી ગયો હતો. અખબારે આ ઘટનાને એક જાતીય હુમલો ગણાવ્યો હતો.
http://sambhaavnews.com/

You might also like