તમિલનાડુમાં જયલલિતાના વફાદાર મંત્રીઓ, તેમનો ફોટો ટેબલ પર રાખીને કરે છે કામ

ચેન્નઇઃ ખરાબ તબિયતને કારણે તમિલનાડુના મુખ્યમંત્રી જયલલિતા હોસ્પિટલમાં દાખલ છે. ત્યારે તેમની ગેરહાજરીમાં રાજ્યનું કામ અનોખી રીતે થઇ રહ્યું છે. રાજ્ય સચિવાલયમાં જે પણ બેઠકો યોજાઇ રહી છે તે જયલલિતાના ફોટા સાથે થઇ રહી છે. મંત્રીઓ એ વાતનું ખાસ ધ્યાન રાખે છે કે મીટિંગ વખતે જયલલિતાનો ફોટો ડેસ્ટ પર જરૂર હોય. વફાદાર મંત્રીઓ દ્વારા આ રીતની કવાયત એટલા માટે થઇ રહી છે કારણકે અમ્માની આંખો સામે સાશનની પૂર્ણ કામગીરી થાય.

રાજ્ય સરકારના સૂચના વિભાગ પાસેથી રિવ્યૂ બેઠકની ફોટો જાહેર કરવામાં આવી છે. વિભાગમાં એ સુનિશ્ચિત કરવામાં આવ્યું છે કે ફોટોની સાથે એક કેપ્શન જરૂર જાય કે આ બધુ જ ચીફ મિનિસ્ટરના આદેશ પ્રમાણે થઇ રહ્યું છે. જો કે વિભાગ દ્વારા એ બાબત જણાવવામાં નથી આવી કે આ બધુ બિમાર જયલલિતાના આદેશ પર થઇ રહ્યું છે.

જયલલિતાને આ વખતે ચૂંટણી બાદ બીજા વખત તમિલનાડુનો કાર્યભાર પ્રાપ્ત થયો છે. ગત ત્રણ સપ્તાહથી તેમને ચેન્નઇની એપોલો હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે. તાવ અને ડાયેરીયાની ફરિયાદ સાથે તેમને 22 સપ્ટેમ્બરે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. એપોલો હોસ્પિટલ દ્વારા જાહેર કરવામાં આવેલ હેલ્થ બુલેટિનમાં જણાવવામાં આવ્યું છે કે સીએમના ફેફસામાં ઇન્ફેક્શન છે. જેનો ઇલાજ ચાલી રહ્યો છે. ગત મંગળવારે જ જયલલિતાના તમામ ખાત તેમના નિકટના અને રાજ્યના નાણામંત્રી પનીરસેલ્વને સોપ્યા છે. ત્યાર બાદ પનીરસેલ્વમ તમામ ખાતા જોઇ રહ્યાં છે.

You might also like