તમિલનાડુના રાજ્યપાલ બનવારી લાલ પુરોહિત એકવાર ફરી વિવાદમાં સપડાયાં છે. ‘ડિગ્રી માટે સેક્સ’ કેસમાં આરોપી મહિલાના નિવેદન પર ઘેરાયેલા બનવારી લાલ પુરોહિતે આ મામલે મંગળવારે પત્રકાર પરિષદ યોજી હતી. આ પત્રકાર પરિષદમાં ત્યારે બધાને આઘાત લાગ્યો જ્યારે એક મહિલા પત્રકારના સવાલ પર રાજ્યપાલે જવાબ આપવાના બદલે ગાલ પર હાથ ફેરવી દીધો.
રાજ્યપાલના આ વલણથી તે થોડી ડરી ગઇ. મહિલા પત્રકાર મુજબ આ ઘટના બાદ તેણે પોતાનો ચહેરો ઘણી વખત સાફકર્યો, તેમ છતાં તે હજી સુધી ભુલાવી શકતી નથી.
રાજ્યપાલના આમ કર્યા બાદ મહિલા પત્રકાર લક્ષ્મી સુબ્રમણ્યમે સોશિયલ મીડિયા દ્વારા આ ઘટનાનો વિરોધ કર્યો હતો. તેની સાથે તેણે એક મેગેઝિન માટે 630 શબ્દોનો આર્ટિકલ લખ્યો જેમાં રાજ્યપાલની આ વર્તૂણકને દુખદ અને ખોટી બતાવી છે.
મહિલા પત્રકારે ટ્વિટ કરી કહ્યું કે મે પોતાનો ચહેરો ઘણી વાર પાણીથી સાફ કર્યો, પરંતુ હું આ ભાવથી છૂટકારો પ્રાપ્ત કરી શકતી નથી. રાજ્યપાલ બનવારી લાલ પુરોહિતથી હું ઘણી ગુસ્સામાં છું. આવું હોય શકે છે કે તમારા માટે પ્રોત્સાહન આપવાનો તેમજ દાદાજી જેવું વલણ હોય પરંતુ મારા માટે તે ખોટું છે.
મહિલા પત્રકારે લખ્યું કે આ અવ્યવહારિક છે. કોઇપણ અજાણી વ્યક્તિને તેની મંજૂરી વગર અડવું, એમાં પણ તે મહિલા હોય તો તે ખોટું છે. તો બીજી તરફ તમિલનાડુના વિપક્ષ દળ દ્રમુકે આ ઘટનાને સંવેધાનિક પદ પર બેઠેલા આ વ્યક્તિનું અશોભનીય કૃત્ય કહ્યું હતું. ઉલ્લેખનીય છે આ મામલો તમિલનાડુના અરપ્પુકોટ્ટઇના દેવાંગ આર્ટ કોલેજનો છે.