શશિકલાએ રજુ કર્યો દાવો : પન્નીર સેલ્વમને દ્રમુકનું સમર્થન

ચેન્નાઇ : તમિલનાડુની રાજનીતિમાં ચાલી રહેલા સંગ્રામમાં રસપ્રદ વળાંક આવી ચુક્યો છે. ગુરૂવારે શશિકલા તમિલનાડુનાં રાજ્યપાલ સાથે મુલાકાત કરી હતી. શશિકલાએ ધારાસભ્યોનું સમર્થન હોવાનો હવાલો ટાંકીને સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. બીજી તરફ માહોલ પર બારીકિથી નજર રાખી રહેલ ડીએમકેએ કહ્યું કે જો બહુમત સાબીત કરવાની જરૂર પડશે તો તેઓ પનીરસેલ્વમનું સમર્થન કરશે.

તમિલનાડુનાં મુખ્યમંત્રી ઓ.પન્નીરસેલ્વમે શશિકલા પર ખરાબ યુક્તિઓ દ્વારા સત્તા મેળવવાનો પ્રયાસનો આરોપ મુક્યો હતો. ગવર્નર સી.વિદ્યાસાગર રાવ ગુરૂવારે બપોર પછી મુંબઇથી ચેન્નાઇ પહોંચ્યા ત્યારે તેમને આવકારવા માટે પ્રોટોકેલનાં ભાગરૂપે પન્નીરસેલ્વમ એરપોર્ટ પર હાજર રહ્યા હતા.

પન્નીર સેલ્વમે ત્યાર બાદ ગવર્નર સાથે મુલાકાત યોજી હતી. બંન્ને વચ્ચે 15 મિનિટ સુધી પાર્ટી ચાલી હતી. ગવર્નરને મળ્યા બાદ તેમણે કહ્યું કે, મે ગવર્નરને રાજ્યની રાજકીય પરિસ્થિતી અંગે માહિતી આપી હતી. મને રાજીનામું આપવા માટે મજબુર કરાયો હતો. એખ વાત પર જોર આપવા માંગીશ કે ધર્મની જીત થશે. એક્ટર કમલ હસને પન્નીરસેલ્વમને મુક્ત રીતે સપોર્ટ કરતા કહ્યું કે, હજી સુધી મને મુખ્યમંત્રીમાં કોઇ નબળાઇ નજરે નથી પડી. તે અપેક્ષા પર ખરા ઉતરી રહ્યા છે, તેમને થોડો સમય આપવો જોઇએ. શશિકલા મુખ્યમંત્રીના પદ માટે યોગ્ય નથી.

રાજ્યપાલ વિદ્યાસાગર રાવ આજે સાંજે 4 વાગ્યે રાજ ભવન આવી પહોંચ્યા હતા. તેમણે જો કે હાલ ચાલી રહેલ રાજકીય ઉથલ પાથલ અંગે કાંઇ પણ કહેવાની મનાઇ કરી હતી. તમિલનાડુમાં ચાલી રહેલ ખેંચતાણમાં અભિનેતા કમલ હસને પન્નીરસેલ્વમનો સાથ આપ્યો હતો. તેણે કહ્યું કે આ મુખ્યમંત્રીમાં કોઇ નબળાઇ જોવા મળતી નથી. તેઓ અપેક્ષા પર ખરા ઉતર્યા છે.

You might also like