પેપ્સી અને કોકાકોલાનું વેચાણ તમિલનાડુમાં અટકી શકે છે

નવી દિલ્હી : પેપ્સી અને કોકા કોલાને મોટો ફટકો પડી શકે છે. તમિલનાડુના બે ટ્રેડ સંગઠને પોતાના સભ્યોને આ બન્ને કંપનીઓનો કોઈપણ સામાન વેચવાની ના પાડી છે. આ ટ્રેડ સંગઠનનોના વિરોધના કારણે રાજ્યમાં પેપ્સી અને કોકા કોલાનું વેચાણ બંધ થઈ શકે છે.

મીડિયા અહેવાલ અનુસાર સંગઠનનું કહેવું છે કે, કંપની મોટા પાયે પાણીનો વપરાશ કરે છે. તેના કારણે જ દર વર્ષે ખેડૂતોને દુકાળનો સામનો કરવો પડે છે. જેના કારણે આ સંગઠનો દ્વારા આ કંપનીની તમામ પ્રોડક્ટનો વિરોધ કરવામાં આવી રહ્યું છે.

અહેવાલ અનુસાર, તમિલનાડુ વાનિગર સંગમ અને તમિલનાડુ ટ્રેડર્સ ફેડરેશનનું માનવું છે કે, રાજ્યમાં દર વર્ષે દુકાળની સ્થિતિ ઉભી થાય છે. તેના કારણે ખેડૂતોને પોતાના ખેતરમાં પાણી મળતું નથી જ્યારે આ મલ્ટિનેશનલ કંપનીઓ કોઈપણ રોકટોક વગર રાજ્યના જળસ્ત્રોતોનો ઉપયોગ કરીને પોતાના ઉત્પાદન વેચે છે.

You might also like