તમિલનાડુ સ્ટાલીને ગવર્નરને લખ્યો પત્ર : વિશ્વાસ મત પ્રક્રિયાને ગણાવી અસંવૈધાનિક

ચેન્નાઇ : તમિલનાડુ વિધાનસભામાં હોબાળા વચ્ચે મુખ્યમંત્રી પલાનિસામીએ બહુમત પ્રાપ્ત કરી લીધુ છે, પરંતુ રાજ્યમાં રાજનીતિક ધમાસાન અટક્યું નથી. ગુપ્ત મતદાનની માંગના મુદ્દે હોબાળાનાં કારણે સદનની બહાર કાઢી મુકાયેલ વિપક્ષી પાર્ટી ડીએમકેનાં ધારાસભ્યોમાં ભારે આક્રોશ છે. ડીએમકે નેતા સ્ટાલિનનાં ગવર્નર સી. વિદ્યાસાગર રાવને પત્ર લખીને લોકશાહીના મુલ્યોને ફરીથી સ્થાપિત કરાવવાની અપીલ કરી છે.

સ્ટાલીને લખ્યું છે કે, વિધાનસભા અધ્યક્ષે એજન્ડા હેઠળ ડીએમકેની ગેરહાજરીમાં મુખ્યમંત્રીના વિશ્વાસ મત જીતવાની જાહેરાત કરી દીધી, જે અસંવૈધાનિક છે. તેની પહેલા શનિવારે પલાનિસામીના વિશ્વાસ મત દરમિયાન વિધાનસભામાં ભારે હોબાળો થયો હતો. પોલીસ અને માર્શલ પર હૂમલાનો આરોપ લગાવનારા વિપક્ષનાં નેતા એમ.કે સ્ટાલિન રાજ્યપાલને મળ્યા બાદ ભુખ હડતાળ પર બેસી ગયા છે. વિશ્વાસમત પરીક્ષણ પ્રક્રિયા પર સવાલ ઉઠાવી રહેલ સ્ટાલિનને ત્યાર બાદ પોલીસે અટકાયત કરી હતી.

ડીએમકેનાં કાર્યકારી પ્રમુખ પોતાનાં સમર્થકો સાથે મરીન બીચ ખાતે ગાંધી પ્રતિમા સામે એકત્રિત થયા અને ઘરણા પર બેઠા હતા. અહીં કલમ 144 લાગુ થવાનાં કારણે પોલીસે તેમને અટકાયત કરી હતી. અગાઉ તેઓએ રાજભવનમાં રાજ્યપાલ સી.વિદ્યાસાગર રાવ સાથે મુલાકાત કરી અને આ અંગે ફરિયાદ પણ કરી હતી.

You might also like