તમિલનાડુ: એન્જીનિયરિંગ કોલેજમાં વિસ્ફોટ, એકનું મોત

વેલ્લોર: તમિલનાડુના વેલ્લૌર જિલ્લામાં શનિવારે એક ખાનગી એન્જીનિયરિંગ કોલેજમાં રહસ્યમય રીતે જોરદાર બ્લાસ્ટ થયો, જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. આ અકસ્માતમાં અન્ય ત્રણ ઘાયલ થયા છે, જેમને હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે.

મળતી માહિતી અનુસાર આ બ્લાસ્ટ શનિવારે જિલ્લાના ભારતી દાસન એન્જીનિયરિંગ કોલેજમાં થયો. વિસ્ફોટમાં મૃત્યું પામનાર વ્યક્તિ કોલેજની બસનો ડ્રાઇવર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કોઇ વિસ્ફોટક પદાર્થ આકાશ પડ્યો હતો. તેનાથી કોલેજની બિલ્ડીંગ પાસે એક ખાડો પડી ગયો છે.

કહેવામાં આવી રહ્યું છે કે બિલ્ડીંગની બાજુમાંથી પસાર થઇ રહેલો બસ ડ્રાઇવર તેની ચપેટમાં આવી ગયો અને તેનું મોત નિપજ્યું. જ્યારે અન્ય જે ત્રણ ઘાયલ થયા છે તેમાં માળી છે. એન્જીનિયરિંગ કોલેજના આચાર્ય ભાસ્કરે જણાવ્યું હતું કે અકસ્માતના સમયે જે વિદ્યાર્થી ક્લાસમાં હતા, તે સુરક્ષિત છે. બ્લાસ્ટથી કોલેજની બારીઓના કાચ તૂટી ગયા હતા. પોલીસ કેસની તપાસ કરી રહી છે.

You might also like