ડીએમકેએ વિજયકાંતને રૂ.પ૦૦ કરોડની લાંચની ઓફર કરીઃ વાઇકો

મદુરાઇ: તામિલનાડુમાં એમડીએમકેના નેતા વાઇકોએ એવો આક્ષેપ કર્યો છે કે ડીએમકે અને ભાજપે ડીએમડીકેના નેતા વિજયકાંતને આગામી વિધાનસભાનીચ ચૂંટણીમાં પોતાનો ટેકો આપવા માટે રૂપિયા અને અન્ય બાબતોની ઓફર કરી હતી, પરંતુ તેઓ બંનેની ઓફર ફગાવી દઇને જનકલ્યાણ મોરચા (પીડબ્લ્યુએફ)માં જોડાઇ ગયા હતા.

વાઇકોએ પત્રકારો સાથેની વાતચીતમાં એવો દાવો કર્યો છે કે ડીએમકેએ વિજયકાંતને ચૂંટણી લડવા માટે વિધાનસભાની ૮૦ બેઠકો અને રૂ.પ૦૦ કરોડની ઓફર કરી હતી. જ્યારે ભાજપે તેમને રાજ્યસભાની બેઠક અને કેન્દ્રમાં પ્રધાનપદની ઓફર કરી હતી. તેમણે જણાવ્યું હતું કે વિજયકાંતે આ બધી ઓફરો ફગાવી દઇને તામિલનાડુમાં ભ્રષ્ટાચાર મુકત સરકારની રચના માટે અમારી સાથે આવી ગયા છે.

વિજયકાંતે પણ એવો વિશ્વાસ ઊભો કર્યો છે કે તેઓ ભ્રષ્ટાચાર મુકત સરકાર આપશે. તેમણે ભ્રષ્ટાચાર મુકત સરકાર માટે ડીએમકે તરફથી આપવામાં આવેેલી લાંચની રકમની ઓફર ફગાવી દીધી હતી. બીજી બાજુ ડીએમકેના પ્રમુખ કરુણાનિધિએ વાઇકોને તેમના આ આક્ષેપ પર દીવાની અને ફોજદારી બદનક્ષીની કાર્યવાહી કરવા ચેતવણી આપી છે અને આ માટે કાનૂની નોટિસ પણ મોકલી આપી છે. વકીલ આર.ધેવીએ વાઇકોને મોકલેલી નોટિસમાં જણાવ્યું છે કે તમે અમારા અસીલ એમ.કરુણાનિધિ વતી તમારા અસીલે કરેલા ખોટા આક્ષેપો પાછા ખેંચવા અને દિલગીરી વ્યકત કરવા જણાવીએ છીએ. ધેવીએ જણાવ્યું હતું કે બદનક્ષી સંબંધિત નિવેદનને લઇને વાઇકો પોતાના આક્ષેપો પાછા ખેંચે અથવા તો માફી માગે અન્યથા અમને તેમની વિરુદ્ધ ‌િસવિલ અને ક્રિમિનલ કાર્યવાહી કરવાની ફરજ પડશે.

You might also like