શિવ પ્રતિમા ‘આદિયોગી’ ગિનીસ બુકમાં શામેલ, બનાવ્યા આ રેકોર્ડ

નવી દિલ્હીઃ ભગવાન શિવની 112 ફીટ ઉંચી પ્રતિમા ‘આદિયોગી’નું નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં શામેલ થઇ ગયું છે. આ રેકોર્ડ આ પ્રતિમાની સૌથી વધારે ઉંચાઇ અને ઘેરાવને કારણે આપવામાં આવ્યો છે. ઉલ્લેખનિય છે કે આ પ્રતિમાને ઇશા યોગા ફાઉન્ડેશને સ્થાપિત કરી છે. હવે ગિનીસ બુકે પોતાની વેબસાઇટમાં જાહેરાત કરી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે ઇશા યોગા ફાઉન્ડેશન તરફથી તમિલનાડુના કોયંબતૂરમાં સ્થાપિત પ્રતિમાએ નવો રેકોર્ડ સર્જ્યો છે. આ પ્રતિમાનું અનાવરણ 24 ફેબ્રુઆરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું.

આ પ્રતિમા 112.4 ફૂટ ઉંચી, 24.99 મીટર પહોંળી અને 147 ફૂટ લાંબી છે. હવે ઇશા ફાઉન્ડેશન આ રીતની પ્રતિમા દેશમાં અન્ય જગ્યાઓ પર લગાવવાનું વિચારી રહી છે. તમને જણાવી દઇએ કે આ બીજી વખત છે કે જ્યારે આ ફાઉન્ડેશનનું નામ ગિનીસ બુકમાં આવ્યું છે. આ પહેલાં 17 ઓગસ્ટ 2006 આ ફાઉન્ડેશનનું નામ 8.52 લાખ ઝાડ ઉગાડવા સાથે જોડાયું હતું.

http://sambhaavnews.com/

You might also like