MGRની સમાધિ પાસે દફન થયા જયલલિતા

તમિલનાડુના મુખ્યમંત્રી જે. જયલલિતાનું સોમવાર રાત્રીના નિધન થયું હતું. અંતિમ દર્શન માટે તેમનું પાર્થિવ શરીર ચેન્નઈ સ્થિત રાજાજી હોલમાં રાખવામાં આવ્યું હતું. જયલલિતાની અંતિમ વિધિ તેમની ખૂબજ નજકીદની શશિકલાએ કર્યું.

ચેન્નઈના મરીના બીચ પર જયલલિતાને રાજકીય સમ્માન સાથે આપવામાં આવી હતી અંતિમ વિદાઈ. તેમને મરીના બીચમાં તેમના રાજકીય ગુરુ MGRના મેમોરિયલ પાસે જ દફનાવવામાં આવ્યા હતા.

જયલલિતાના શરીરને અગ્નિદાહ આપવામાં આવ્યા નહોતા પરંતુ એમજીઆર સ્મારક પાસે દફનાવવામાં આવ્યા. એઆઈએડીએમકેના સંસ્થાપક એમજીઆરને પણ દફનાવવામાં આવ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચેન્નઈ સ્થિત રાજાજી હોલમાં પહોંચીને જયલલિતાને શ્રદ્ધાંજલી આપી હતી. જયલલિતાને શ્રદ્ધાંજલિ આપવા માટે તેઓ રાજાજી હોલ પહોંચ્યા હતા.

જયલલિતાના સમ્માનમાં ઉડીશા વિધાનસભાની કાર્યવાહી એક દિવસ માટે સ્થગિત કરવામાં આવી હતી. સીએમ નવીન પટનાયકે ચેન્નઈની મુલાકાત લીધી હતી.

You might also like