ગ્લેમર ખૂબ જરૂરીઃ તમન્ના ભાટિયા

વર્ષ ૨૦૦૫માં ‘ચાંદ કા રોશન’ ચહેરાથી હિંદી ફિલ્મોમાં ડેબ્યૂ કરનારી તમન્ના ભાટિયાની અા ફિલ્મ બોક્સ અોફિસ પર નિષ્ફળ રહી અને તેણે દક્ષિણ ભારતની ફિલ્મો તરફ પ્રયાણ કર્યું. અહીં વિવિધ ભાષાઅોમાં ઘણી બધી સુપરહિટ ફિલ્મો કર્યા બાદ તેણે ૨૦૧૩માં ‘હિંમતવાલા’ ફિલ્મ કરી, પરંતુ તે પણ નિષ્ફળ રહી. ત્યારબાદ તેની ‘હમશકલ્સ’ અને ‘એન્ટરટેઇનમેન્ટ’ જેવી ફિલ્મો સરેરાશ રહી.

બાહુબ‌િલ’ની અપાર સફળતાઅે તમન્નાને પાંખો અાપી. હવે તે એક વાર ફરી હિંદી સિનેમામાં સાઉથ જેવી સફળતા મેળવવા ઇચ્છે છે. બોલિવૂડમાં તે ‘અભિનેત્રી’ નામની ફિલ્મ કરી રહી છે, જે તામિલ અને તેલુગુમાં પણ બનશે. અેએલ વિજય દ્વારા નિર્દેશિત અા હોરર ‌િથ્રલર ફિલ્મમાં તેની મુખ્ય ભૂમિકા છે જ્યારે પ્રભુ દેવા અને સોનુ સુદ પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકામાં છે.

તમન્ના હાલમાં ‘બાહુબ‌િલઃ ધ કન્ક્લુઝન’ અને દક્ષિણની અન્ય ફિલ્મોના શૂટિંગમાં વ્યસ્ત છે. િફલ્મોમાં ગ્લેમર કેટલું જરૂરી છે તે અંગે વાત કરતાં તે કહે છે કે અાપણે એક એવી ઇન્ડસ્ટ્રીઝમાં છીઅે, જે ગ્લેમર સાથે ચાલી રહી છે. તેથી મહત્ત્વપૂર્ણ વાત અે છે કે બદલાયેલા સમય સાથે બદલાવવું. જો કોઈ પણ પર્ફોર્મન્સમાં યોગ્ય રીતે ગ્લેમર મુકાયું ન હોય તો અાવા ગ્લેમરની કોઈ વેલ્યૂ રહેતી નથી. પર્ફોર્મન્સ સાથે ગ્લેમરનો યોગ્ય તાલમેલ ન હોય તો તમે અાગળ જઈ શકતા નથી. •

You might also like