ખૂબ જ સમર્પણ સાથે બનાવાઈ ‘બાહુબલિ’ ફિલ્મ: તમન્ના

અભિનેત્રી તમન્ના ભાટિયાને ‘બાહુબલિ’ની સફળતાનો ખૂબ જ લાભ મળ્યો. તેણે બોલિવૂડમાં ઘણા સારા અભિનેતાઅો સાથે કામ કર્યું, પરંતુ અા ફિલ્મોમાં તેની ભૂમિકા કંઈ ખાસ ઊભરીને અાવી ન હતી. તેમ છતાં પણ તે ખુદને બોલિવૂડમાં ફિટ માને છે અને અાગળ જતાં પણ અહીં કામ કરવાની ઇચ્છા રાખે છે. ‘બાહુબલિ-૨’ અંગે વાત કરતાં તે કહે છે કે દર્શકોમાં અા ફિલ્મનો જબરદસ્ત ક્રેઝ છે. ‘બાહુબલિ-૨’ સફળતાનાં શિખર સર કરી રહી છે. અા ફિલ્મ હોલિવૂડ ફિલ્મોને ટક્કર અાપી રહી છે. હોલિવૂડના ફિલ્મકારોને પણ અા ફિલ્મ અાશ્ચર્યચકિત કરી ગઈ છે, જ્યારે મેં િફલ્મ સાઈન કરી ત્યારે મને લાગતું હતું કે હું કોઈ ખાસ ફિલ્મમાં કામ કરી રહી છું. હું અા ફિલ્મ સાથે ત્યારે જોડાઈ જ્યારે ફિલ્મનું ઘણું શૂટિંગ પૂરંુ થઈ ચૂક્યું હતું.

તમન્ના ‘બાહુબલિ’ અંગે વધુ વાત કરતાં જણાવે છે કે જ્યારે હું ફિલ્મ સાથે જોડાઈ ત્યારે અાશ્ચર્યથી જોતી હતી કે કેટલા સમર્પણની સાથે અા ફિલ્મ બનાવાઈ રહી છે. મેં અા પ્રકારની કહાણી માત્ર કોમિક્સમાં વાંચી હતી. ફિલ્મમાં મારો રોલ નાનો હતો, પરંતુ તેનું ખાસ્સું મહત્ત્વ હતું. ફિલ્મના એક્શન સીન ખૂબ જ કઠિન હતા. મારા પાત્ર પ્રમાણે મેં તલવાર ચલાવતાં અને ઘોડેસવારી પણ શીખી. અા કામમાં સાવધાનીની જરૂર હોય છે. નાનકડી ભૂલ પણ જીવલેણ સાબિત થઈ શકે છે. સદ્દભાગ્યે મને કોઈ ગંભીર ઇજા ન થઈ. સખત ટ્રે‌િનંગના કારણે મને એક્શન સીન કરતાં પણ અાવડી ગયા. •
http://sambhaavnews

You might also like