પોકળ વાતો અને ગોકળ ગતિ

એક તરફ સમગ્ર દેશને ડિજિટલ બનાવવાની કવાયત હાથ ધરવાની બડાશો ફૂંકાઇ રહી છે ત્યારે સરકાર કેટલા અંશે આ અભિયાનમાં વિફળ બની રહી છે તેનું ઉદાહરણ ઉદયપુરથી ૧૨૫ કિલોમીટર દૂર આવેલા કોટડા ગામમાં જોવા મળે છે.

કોટડા ગામમાં પીડીએસ સેન્ટરમાં પુરુષ અને મહિલાઓ કતારમાં ઊભાં રહીને ફિંગરપ્રિન્ટ અને બાયોમેટ્રિક વેરિફિકેશન માટે કલાકો સુધી કતારમાં ઊભા રહે છે. જ્યારે તેમનો વારો આવે ત્યારે તેઓ બાયોમેટ્રિક વેરિફિકેશનની પ્રક્રિયા કરે છે અને ફરી પાછા અનાજ-કરિયાણું લેવા માટે લાઇનમાં ઊભા રહે છે. કોટડામાં ઇન્ટરનેટ નેટવર્ક નહીં પકડાતું હોવાને કારણે પહેલાં તો વૃક્ષ પર ચઢીને નેટવર્ક પકડવું પડે છે અને ત્યારબાદ બધી કાર્યવાહી આરંભાય છે. સામાન્ય જનજીવન સરળ બનાવવાના હેતુથી શરૂ કરવામાં આવેલી પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ ડિજિટલ ઇન્ડિયાની પોકળ વાતો અને ગોકળ ગતિની પોલ ખોલે છે. કોટડા અને તેની આસપાસ આવેલાં ૭૬ પીડીએસ સેન્ટરમાંથી ઘણાં ખરાં સેન્ટરોમાં કનેક્ટિવિટીનો પ્રોબ્લેમ જોવા મળે છે. ઇન્ટરનેટ એક્સેસ કરવા માટે કોઇ ઊંચી જગ્યાએ ચઢવું પડે છે અને કેટલીક વાર ૪-૫ કલાકે ઇન્ટરનેટ કનેક્ટિવિટી મળે ત્યારે પીઓએસ મશીન એક્સેસ કરી શકાય છે. દુકાનદારો અને ગ્રામજનો સિસ્ટમના ઉપયોગ પ્રત્યે રોષ ઠાલવી રહ્યા છે.

You might also like