મોદીની ‘મન કી બાત’ને કેજરીવાલ ‘Talk To AK’ વડે આપશે ટક્કર

નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હવે પીએમ મોદીની માફક જનતા સાથે સીધો સંપર્ક કરવા માટે ‘Talk To AK’ નામથી ખાસ કેમ્પેન શરૂ કરવાના છે. 17 જુલાઇના રોજ સવારે 11 વાગે આ કેમ્પેન લોન્ચ કરવામાં આવશે, જેમાં અરવિંદ કેજરીવાલ લાઇવ વીડિયોના માધ્યમથી લોકો સાથે વાત કરશે.

જો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘મન કી બાત’ કાર્યક્રમની માફક અરવિંદ કેજરીવાલ પણ દર મહિને જનતા સાથે વાત કરવાનો પ્રયત્ન કરશે. કેજરીવાલ વેબસાઇટના માધ્ય્માથી પોતાની વાત રજૂ કરશે. તેના માટે ખાસ પ્રકારે વેબસાઇટ બનાવવામાં આવી છે.

દિલ્હી સરકારના સૂત્રોના જણાવ્યા અનુસાર દિલ્હી સરકાર અને આમ આદમી પાર્ટીની વિરૂદ્ધ જે માહોલ બનાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, તેનો જવાબ અરવિંદ કેજરીવાલ આ પ્રકારે આમ જનતાના પ્રશ્નોના જવાબ આપીને કરશે. સાથે જ પીએમ મોદીના ‘મન કી બાત’ કાર્યક્રમનો જવાબ ‘Talk To AK’ કાર્યક્રમ દ્વારા આપશે. આ પોગ્રામ દર મહિને એક કલાક માટે યોજાશે.

તેના માટે એક વેબસાઇટ www.talktoak.com પણ લોન્ચ કરવામાં આવી છે અને આ વેબસાઇટને સોશિયલ મીડિયાના બીજા પ્લેટફોર્મ જેવા ફેસબુક, યૂટ્યૂબ, ટ્વિટર સાથે જોડવામાં આવશે જેનાથી અલગ-અલગ પ્લેટફોર્મથી લોકો અરવિંદ કેજરીવાલ સાથે સીધા પ્રશ્નો કરી શકશે.
talk-to-ak
કેજરીવાલને પ્રશ્ન પૂછી શકશે જનતા
જનતા ફોન નંબર, મેસેજ અને સોશિયલ મીડિયના માધ્યમથી મુખ્યમંત્રીને પ્રશ્ન પૂછી શકશે. તેના માટે ફોન નંબર અને SMS નંબર પણ જાહેર કરવામાં આવશે. તમને જણાવી દઇએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ‘મન કી બાત’ કાર્યક્રમના માધ્યમથી લોકોને સંબોધિત કરે છે અને દરે વખતે કોઇ એક મુદ્દે વાત કરે છે.

You might also like