તાલિબાનનો પૂર્વ પાકિસ્તાનનાં PMને લઇ દાવો, કહ્યું,”બેનજીર ભુટ્ટોને અમે મારી”

પૂર્વ પાકિસ્તાની પ્રધાનમંત્રી બેનજીર ભુટ્ટોની હત્યાનાં 10 વર્ષ બાદ પહેલી વાર કોઇ સંગઠને ખોલીને આ મામલાની વિશેષ જવાબદારી લીધી છે. આતંકી સંગઠન પાકિસ્તાની તાલિબાને એક પુસ્તકમાં એવો દાવો કર્યો છે કે વર્ષ 2007માં એમની હત્યા એટલા માટે કરવામાં આવી હતી કેમ કે તેઓએ “મુઝાહીદ્દીન”ની વિરૂદ્ધ અમેરિકાનાં સહયોગથી યોજના બનાવી રહી હતી.

જેથી જો તે પોતે સત્તામાં પરત ફરત તો આ ઘટનાને તે જરૂરથી અંજામ આપત. પ્રતિબંધિત આતંકી સંગઠનનાં આ જ પુસ્તકમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે બૈતુલ્લાહને એની યોજના અંગે જાણકારી મળી ગઇ હતી.

જેનાં આધારે અમેરિકનોએ બેનજીર ભુટ્ટોની ફરીથી સત્તામાં પરત ફરવાની યોજના બનાવી હતી કેમ કે તેઓએ ભુટ્ટોને “મુઝાહિદીદી-એ-ઇસ્લામ”ની વિરૂદ્ધ એક યોજના સોંપી હતી. બૈતુલ્લાહ પાકિસ્તાની તાલિબાનનો સંસ્થાપક હતો કે જેને મારી નાખવામાં આવ્યો હતો.

You might also like