પાક.ના શીખ નેતા સોરનસિંહની તાલિબાનોએ ગોળી મારી હત્યા કરી

પેશાવર: પાકિસ્તાનની ખૈબર પખ્તુનખ્વાહ એસેમ્બલીના શીખ સભ્ય સોરનસિંહની તાલીબાનોએ ગોળી મારી હત્યા કરી દેતા ચકચાર મચી ગઈ છે. બુનેર જિલ્લાના પીર બાબા ખાતે તેમના પર તાલીબાનોએ ગોળીઓ વરસાવી હતી. સોરનસિંહ પાકિસ્તાનના વરિષ્ઠ રાજકારણી અને ખૈબર પખ્તુનખ્વાહમાં લઘુમતી બાબતોના સ્પેશિયલ આસિસ્ટન્ટ હતા. તહરીન-એ-તાલીબાને આ હત્યાની જવાબદારી સ્વીકારી છે.

પખ્તૂનખ્વાહ પ્રાંતના મુખ્યપ્રધાનના સ્પેશિયલ આસિસ્ટન્ટ સરદાર સોરેનસિંહ નિત્યક્રમ મુજબ તેમનું કામ પતાવી ઘેર જઈ રહ્યા હતા ત્યારે પીર બાબાની મજાર નજીક તાલીબાનોઅે તેમની કાર રોકી ફાય‌િરંગ કર્યું હતું. જેના કારણે તેમનું મોત થયું હતું. સોરનસિંહ ડોકટર ઉપરાંત ટીવી અેન્કર પણ હતા. ૨૦૧૧માં પાકિસ્તાનમાં તહરીક-અે-ઈન્સાફ પાર્ટીમાં સામેલ થતાં પહેલાં તેઓ પાકિસ્તાનની જમાત અે ઈસ્લામીમાં નવ વર્ષ સુધી સભ્યપદે રહી ચૂક્યા હતા.

હુમલો થયાે હતો ત્યારે મૃતક સોરનસિંહ સાથે કોઈ સુરક્ષા કર્મચારી ન હતો. આ અંગેના પ્રારંભિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ તેમને અેક ગોળી માથામાં વાગી હતી. બુનેરના જિલ્લા પોલીસવડા ખાલીદ મહેમૂદ હમદાનીઅે જણાવ્યું કે સરદાર સોરનસિંહની હત્યા બાદ પોલીસે સમગ્ર વિસ્તારમાં નાકાબંધી ગોઠવી દીધી છે.

મૃતક સરદાર સોરનસિંહ પા‌િ‌કસ્તાનમાં શીખ સમુદાયના હામી ગણાતા ગણાતા હતા. તેઓ હંમેશા લઘુમતીઓના હકક માટે અવાજ ઉઠાવતા હતા. આ ઉપરાંત તેમણે ત્રણ વર્ષ સુધી પશ્તો જવાનની અેક ટીવી ચેનલ માટે પણ કામ કર્યું હતું તેમજ ૩૧ માર્ચના રોજ પેશાવરના હસ્તંગરી કેટ નજીક લગભગ ૭૦ વર્ષથી બંધ રહેલા શીખના અેક ગુુરુદ્વારાને ખોલાવવામાં આવ્યું હતુંુ. તે ગુરુદ્વારાને તાજેતરમાં જ સોરનસિંહની દેખરેખ હેઠળ શરૂ કરવામાં આવ્યું હતું. સરદાર સોરનસિંહ પાકિસ્તાન તહરીક-અે-ઈન્સાફના ધારાસભ્ય પણ હતા તેમજ અલ્પસંખ્યકોના મામલામાં મુખ્યપ્રધાનના સલાહકાર પણ હતા.

You might also like