મુલ્લા મંસૂરની મોત બાદ હૈબતુલ્લા અખુંદબાદ બન્યા અફઘાન તાલિબાનની ચીફ

કાબુલઃ અફઘાન તાલિબાને આજે જાહેરાત કરી છે કે  ચીફ મુલ્લા અખ્તર મંસૂર ગત સપ્તાહે એક અમેરિકી ડ્રોન હુમલામાં માર્યા ગયા છે. ત્યારે તાલિબાને તેમના નવા ચીફની નિમણુક કરી દીધી છે. એક આતંકવાદી સંગઠને મીડિયામાં એક નિવેદન જાહેર કર્યું છે જેમાં જણાવ્યું છે કે તેમના નવા નેતા મુલ્લા હૈબતુલ્લા અખુંદજાદા છે. જે મંસૂરના બે સહાયકોમાંના એક છે. તાલિબાને જણાવ્યું છે કે અખુદજાદાને તાલિબાન નેતાઓની એક બેઠકમાં પ્રમુખ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. આ બેઠક પાકિસ્તાનમાં થઇ હતી.

મંસૂર શનિવારે તે સમયે પાકિસ્તાનમાં માર્યો ગયો હતો. અમેરિકાએ ડ્રોન દ્વારા તેની ગાડીને નિશાન બનાવી હતી. આવી રીતની ઘટના પ્રથમ વખત થઇ છે કે કોઇ તાલિબાની નેતા પાકિસ્તાનની સીમામાં માર્યો ગયો હોય.

એવું માનવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાની અધિકારીઓ સીમાવર્તી શહેરોમાં તાલિબાની નેતાઓને સમર્થન આપે છે. આ આતંકવાદી 2001માં અફગાનિસ્તાન સરકારને સત્તા પરથી હટાવવાની કોશિષ કરી ચૂક્યો છે.

You might also like