કાબુલમાં બેવડા આત્મધાતી હુમલામાં ૧૫નાં મોતઃ ૩૮ને ઈજા

કાબૂલ: કાબુલમાં થયેલા બેવડા આત્મઘાતી હુમલામાં ૧૫ લોકોનાં મોત થયાં છે જ્યારે અન્ય ૩૮ લોકોને ઈજા થઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ આત્મઘાતી હુમલામાં પોલીસ સ્ટેશન પર કાર બોમ્બ હુમલાખોરના હુમલા બાદ અન્ય એક હુમલાખોર ઈમારતમાં ઘૂસી ગયો હતો.

આ બેવડા આત્મઘાતી હુમલામાં આત્મઘાતી હુમલાખોરે પૂર્વ કાબુલમાં અફઘાન ગુપ્તચર અેજન્સીના ભવનમાં ગેટ પર તેની જાતને ઉડાવી દીધી હતી. અને પોલીસ સ્ટેશન પર કાર બોમ્બ હુમલાખોરના હુમલા બાદ અન્ય એક હુમલાખોર ઈમારતમાં ઘૂસી ગયો હતો. આ અંગેની જવાબદારી તાલિબાને સ્વીકારી છે. તાલિબાનના પ્રવકતા મુજાહિને હુમલાખોરોને શહીદ ગણાવ્યા હતા.આ હુમલામાં જે ૩૮ લોકો ઘાયલ થયા છે તેમાંથી કેટલાક લોકોની હાલત ગંભીર છે.

અફઘાનિસ્તાનના દક્ષિણ હેલમંદ પ્રાંતમાં એક તપાસ ચોકી પર તાલિબાન સાથે સંકળાયેલા અેક પોલીસ કર્મચારીએ તેના સાથી કર્મીઓ પર ફાયરિંગ કરતાં ૧૧ પોલીસ અધિકારીનાં મોત થયાં હતાં. આ પ્રાંતની રાજધાની લશ્કર ગાહમાં પોલીસ કર્મચારીઓ તેમની બેરેકમાં સુતા હતા ત્યારે આ ઘટના બની હતી. આ ઘટના અફઘાન પોલીસ માટે મોટા આઘાત સમાન છે. તાલિબાન સાથે સંકળાયેલા એક પોલીસ કર્મચારીએ તેના ૧૧ સહ કર્મચારીની ગોળી મારી હત્યા કર્યા બાદ તે તમામ હથિયાર અને ગોળા બારુદ સાથે ફરાર થઈ ગયો હતો.
http://sambhaavnews.com/

You might also like