કાબુલમાં સ્પેનીશ દૂતાવાસ પર હુમલો, બેનાં મોત

કાબુલ: કાબુલમાં આવેલી સ્પેનીશ દૂતાવાસ કચેરી પર હુમલાખોરો દ્વારા હુમલો કરાયો હોવાનું અફઘાન અધિકારીઓએ જણાવ્યું હતું. આ અગાઉ શહેરની મધ્યમાં આવેલી આ કચેરીએ ગોળીબાર અને પ્રચંડ કાર વિસ્ફોટ થયો હતો. આ ઘટનામાં બે જણાના મૃત્યુ થયા હતા. ઘાયલોની સંખ્યા વધતી હોવાથી મૃત્યુ આંક વધવાની શક્યતા છે. છેલ્લા અહેવાલ સુધી હુમલાખોરો અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ ચાલુ હતી. મેડ્રીડમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, દૂતાવાસ પર હુમલો થયો છે. અમે માહિતી એકઠી કરી રહ્યા છીએ.

કાબુલ પોલીસે હુમલાને સમર્થન આપ્યું હતું. આ દૂતાવાસ મધ્ય કાબુલમાં શેરપુર ખાતે છે જ્યાં આજે સાંજે કારબોંબ વિસ્ફોટ થયો હતો. છેલ્લા થોડા સમયથી તાલીબાન સરકારી અને વિદેશી કચેરીઓને લક્ષ્ય બનાવી રહ્યું છે. આ હુમલામાં ૭ને ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું હતું.  તાલીબાને આ હુમલાની જવાબદારી સ્વીકારી હતી પરંતુ જણાવ્યું હતું કે, તેમનું નિશાન વિદેશી ગેસ્ટહાઉસ હતું. આ ગેસ્ટ હાઉસ દૂતાવાસના પરિસરમાં હતું કે કેમ તે તત્કાળ જાણી શકાયું નથી. આ હુમલામાં ત્રણ જણા સામેલ હોવાનો અંદાજ છે.

You might also like