Header

હાફિઝના પુત્રે કબૂલ્યું દાઉદનું આતંકી કનેક્શન, સામે આવ્યો વિડીયો

નવી દિલ્હી: ભારતીય સુરક્ષા એજન્સીઓ હંમેશા દાવો કરતી રહી છે કે, અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમનો આતંકવાદી સાથે ગાઢ સબંધ છે. હવે આ હકીકતની પુષ્ટિ લશ્કર એ તૈયબાના સરગના હાફીઝ સઈદના પુત્ર તલ્હા સઈદે કરી છે.

તલ્હા સઈદનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં તે ભીડને દાઉદ ઈબ્રાહીમનું નામ લઈને આતંકવાદ માટે ઉક્સાવી રહ્યો છે. વિડીયો ૫ ફેબ્રુઆરીએ શૂટ કરવામાં આવ્યો હતો. આ દિવસને પાકિસ્તાનમાં ‘કાશ્મીર દિવસ’ તરીકે મનાવવામાં આવે છે. વિડીયોમાં તલ્હા સમર્થકોને પૂછે છે કે, શું તે ડોક્ટર, પોલીસ કે જજ બનવા ઈચ્છે છે? ભીડનો જવાબ ‘ના’ માં આવે છે. ત્યારબાદ તલ્હા પૂછે છે કે, લોકો દાઉદ અને બુરહાની વાની જેવા બનવા ઈચ્છે છે તો ભીડ બુમો પાડીને હા માં જવાબ આપે છે.

વિડીયોએ ભારતીય સુરક્ષા એજન્સીઓના કાન ઉભા કરી દીધા છે કેમ કે આ પ્રથમ તક છે જ્યારે કોઈ પાકિસ્તાની આતંકી સંગઠને દાઉદ ઈબ્રાહીમનો ઉલ્લેખ કર્યો છે. દાઉદ ૧૯૯૩ માં થયેલ મુંબઈ હુમલા બાદ કરાચીમાં રહે છે. જો કે, પાકિસ્તાની સરકાર આ વાતનો ઇનકાર કરતી આવી છે. દાઉદના નકલી કરન્સી, ડ્રગ્સ અને રિયાસ એસ્ટેટના ધંધામાં સામેલ થવાની વાત જગજાહેર છે. ભારતીય ગુપ્ત એજન્સીઓ માને છે કે, ડી કંપનીના પૈસાનો મોટો હિસ્સો આતંકવાદના ફંડિંગ પર ખર્ચ થાય છે. આ વિડીયો દાઉદ વિરુદ્ધ કાયવાહી કરવા ભારત માટે મહત્વનો પુરાવો સાબિત થઇ શકે છે.

ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા બાદ પાકિસ્તાની સરકારે આંતરરાષ્ટ્રીય દબાણમાં હાફિઝ સઈદને નજરબંધ કર્યા હતા. પાબંધીઓ બાદ તેના સંગઠન જમાત ઉદ દાવાનું નામ બદલીને તહરીક એ આઝાદી જમ્મુ કાશ્મીર કરી દેવામાં આવ્યું હતું. ભારત વિરોધી પ્રોપેગેંડામાં ટીએજેકે હજુ પણ પહેલાની જેમ જ સક્રિય છે.

You might also like