ટેલ્ગો ટ્રેનનું ફાયનલ ટ્રાયલ સફળ, 12 કલાકથી ઓછા સમયમાં પહોંચી દિલ્હીથી મુંબઇ

નવી દિલ્હી,   સુપર સ્પૈનિશ ટેલ્ગો ટ્રેનનું દિલ્હીથી મુંબઇના રૂટનું અંતિમ ટ્રાયલ સફળ રહ્યું છે. દિલ્હીથી મુંબઇની વચ્ચે રાજધાની એક્સપ્રેસના રૂટમાં ટ્રેને 12 કલાકથી ઓછા સમયમાં દિલ્હીથી મુંબઇનું અંતર કાપ્યું છે. ટેલ્ગો ટ્રેન રવિવારે મધરાત્રે 2.43 પહોંચી હતી. જે શનિવારે બપોરે 2.45 ઉપડી હતી. દિલ્હીથી મુંબઇ સુધીની સફર રાજધાની એક્સપ્રેસ 15 કલાક અને 50 મિનિટનો સમય લગાડે છે.

દિલ્હી-મુંબઇ રૂટ પર આ ટ્રેન શરૂ થતા 4 કલાક ઓછો સમય લગાડે છે. 150 કિલોમીટર પ્રતિકલાકની ઝડપ સાથે ટેલ્ગો ટ્રેન મુંબઇની સફર કાપે છે. આ ટ્રેનમાં નવ સુપર લાઇટ વેટ 9 કોચ છે. એપ્રિલમાં આયાત કરવામાં આવેલી આ રેલગાડી 200 કિલોમીટર પ્રતિકાલકની ઝડપે ચાલે છે. ભારતીય રેલવેએ ટેલ્ગોનું પ્રથમ ટ્રાયલ યૂપીના બરેલ-મુરાદાબાદ રૂટ પર કર્યું હતું.

ત્યાર બાદ આ ટ્રેનનું બીજુ ટ્રાયલ પલવલ અને મથુરા વચ્ચે કરવામાં આવ્યું હતું. જો આ ટ્રેનને ચલાવવામાં આવશે તો આ ટ્રેન ભારતની ઝડપી ગતી વાળી ટ્રેન સાબિત થશે. હાલ ઝડપી ટ્રેનોમાં 160 કિમી પ્રતિકલાકની ઝડપે ભારતની ટ્રનો દોડે છે.

 

You might also like