તલાટી કમ મંત્રી રૂ.૧૦ હજારની લાંચ લેેતા રંગે હાથ ઝડપાયો

અમદાવાદ, શુક્રવાર
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના એક તલાટી કમ મંત્રી રૂ.૧૦ હજારની લાંચ લેતા એસીબીનાં છટકામાં આબાદ ઝડપાઇ જતાં આ અંગે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

આ અંગેની વિગત મુજબ બરવાળા તાલુકાના રોજીદ ગામના એક ખેડૂતની જમીનના સરકારી આકારણી તેમજ પંચાયતના રજીસ્ટ્રેશનમાં આકારણીની એન્ટ્રી કરવા માટે રોજીદના તલાટી કમ મંત્રી આશિષ મોદીએ ખેડૂત પાસે રૂ.૧૦ હજારના લાંચની માંગણી કરી હતી.

આ અંગે ખેડૂતે ભાવનગર એસીબી સમક્ષ ફરિયાદ કરતા એસીબીએ રોજીદ ગ્રામ પંચાયત કચેરીમાં છટકું ગોઠવી તલાટી આશિષ મોદીને રૂ.૧૦ હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

You might also like