‘ફેસબુક, સ્કાઇપ, વોટ્સઅપ અને SMS થી તલાક માન્ય’

નવી દિલ્હી: ઓલ ઇન્ડીયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ (એઆઇએમપીએલબી)નું કહેવું છે કે સુપ્રીમ કોર્ટનું આ અવલોકન ઇસ્લામી કાયદામાં મુસ્લિમ મહિલાઓ વિરૂદ્ધ ભેદભાવ થઇ રહ્યો છે કાયદાકીય રીતે આ યોગ્ય નથી. બોર્દના સીનિયર મેમ્બર અને પ્રવક્તા મોહંમદ અબ્દુલ રાહુલ કુરૈશીએ એક ટીવી ચેનલને કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટનો આદેશ કાયદાકીય રીતે યોગ્ય નથી. કારણ કે મુસ્લિમ કાયદો ધર્મનું એક અભિન્ન ભાગ છે. સંવિધાનનો 25મો અનુચ્છેદ ધર્મની સ્વતંત્રતાનો અધિકાર આપે છે. આ એક મૌલિક અધિકાર છે.

તેમણે કહ્યું કે સ્ત્રી તલાક બાદ બીજા લગ્ન કરવા માટે ત્યારે સ્વતંત્ર છે જ્યારે પ્રતિક્ષાનો સમયગાળો સમાપ્ત થઇ જાય. તેમણે કહ્યું કે ફેસબુક, વોટ્સઅપ, ઇ મેલ અને મેસેજના માધ્યમથી તલાક કરી શકાય છે. આ માન્ય છે.

You might also like