તલની ખીર

સામગ્રી: સો ગ્રામ સફેદ તલ, સો ગ્રામ સૂકા ટોપરાનું છીણ, ચાલીસ ગ્રામ ખાંડ, એક ચમચી કિસમિસ, એક ચમચી કાજુના ટુકડા, પાંચ નંગ લીલી એલચી, એક લિટર ક્રીમવાળું દૂધ, એક ટીન મલાઈવાળું દૂધ

રીત: સૌપ્રથમ સફેદ તલને બરાબર સાફ કરી શેકીને ક્રશ કરી એક બાજુ મૂકી દો. ત્યારબાદ એક જાડા બાઉલમાં દૂધ ઉકળવા મૂકો. દસ મિનિટ સુધી ઉકાળો ને સાથે સાથે હલાવતાં રહો જેથી તળિયે ચોંટીને વાસ બેસી ન જાય. ત્યારબાદ ઉકળી રહેલા દૂધમાં મલાઇવાળું દૂધ ઉમેરી ફરી દસ મિનિટ માટે ઉકાળો. હવે દૂધમાં ઇલાયચીના દાણા અને ખાંડ મિક્સ કરો. દૂધ ધીમેધીમે હલાવતાં રહો. હવે તેમાં શેકેલા તલનો ભૂકો અને સૂકા ટોપરાનું છીણ મિક્સ કરી ફરી દસ મિનિટ ઉકાળો. તૈયાર ખીરને સર્વિંગ બાઉલમાં કાઢીને તેના પર કાજુ-કિસમિસથી ગાર્નિશ કરી ગરમ અથવા ઠંડી કરી સર્વ કરો.

You might also like