સ્ત્રીઓ હાડકાં મજબૂત કરવાં સોલ્યુબલ કોર્ન ફાઈબર લે

કિશોરાવસ્થા અને મેનોપોઝ અા બે તબક્કા સ્ત્રીના જીવનમાં ઘણા ક્રિટિકલ હોય છે. અા સમયમાં હાડકાંને મજબૂત કરવાની જરૂર ઊભી થાય છે. રિસર્ચરોનું કહેવું છે કે જો સ્ત્રીઓએ હાડકાં મજબૂત કરવાં હોય તો પાણીમાં ઓગળી શકે એવા કોર્ન ફાઈબરનાં સપ્લિમેન્ટ્સ લેવાં જોઈએ.

એનાથી શરીરમાં કેલ્શિયમની કમી થતી અટકે છે અને હાડકાં મજબૂત થાય છે. અમેરિકાની પ્રુડુ યુનિવર્સિટીના રિસર્ચરોનું કહેવું છે કે સોલ્યુબલ કોર્ન ફાઈબર એ એક પ્રકારનું પ્રીબાયોટિક છે. એનાથી ખોરાકમાંથી મળતા કેલ્શિયમનો ઉપયોગ કરવાની ક્ષમતા સુધરે છે.

You might also like