અમે ભારત સામેની મેચ બિલકુલ ‘સામાન્ય’ ગણીને રમીશું: અઝહર અલી

બર્મિંગહમ: પાકિસ્તાનના ઓપનિંગ બેટ્સમેન અઝહર અલીએ ચેમ્પિયન્સ ટ્રોફી સ્પર્ધામાં પોતાના કટ્ટર હરીફ રાષ્ટ્ર ભારત સામે રવિવારે રમાનારી મેચ બાબતના અતિ ઉત્સાહ માટે કહ્યું હતું કે મોટી આશા વચ્ચે તેની ટીમ આ મેચને ‘સામાન્ય’ મેચ તરીકે લેશે. ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારત તેની આરંભિક મેચ પાકિસ્તાન વિરુદ્ધ અહીં રવિવારે રમનાર છે, જેને સ્પર્ધાની સૌથી રોમાંચક મેચ તરીકે માનવામાં આવી રહી છે. “મેચની શરૂઆત થતા અમારા બધા ખેલાડી સામાન્ય મેચ તરીકે રમશે” એમ અઝહરે કહ્યું હતું. અઝહરે કહ્યું હતું કે ટીમના ખેલાડી પ્રોફેશનલ છે અને દરેક પરિસ્થિતિમાં રમવાનું જાણે છે.
http://sambhaavnews.com/

You might also like