વડાપ્રધાન પોતાના ઇમોઇશન્સ સદનમાં આવીને દેખાડે : રાહુલ ગાંધી

નવી દિલ્હી : કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ એકવાર ફરીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની નોટબંધીના નિર્ણય મુદ્દે નિશાન સાધ્યું હતું. તેઓએ વડાપ્રધાનનાં નિર્ણયને ફરીએકવાર અયોગ્ય ગણાવ્યો હતો. રાહુલે સંસદમાં મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, હું કહેવા માંગુ છું કે તેઓ હાઉસમાં આવે.

એક વખત સંસદમાં આવ્યા બાદ તેઓને જે પણ એક્સપ્રેશન્સ દેખાડવા હોય તે દેખાડે. તેઓનાં હૃદયમાં જે પણ ડુમો ભરાયો હોય તે તેઓ સંસદમાં આવીને દેખાડે. રાહુલે કહ્યું કે જેવા વડાપ્રધાન હાઉસમાં આવશે દુધનું દુધ અને પાણીનું પાણી થઇ જશે. બધુ જ સ્પષ્ટ થઇ જશે. અમે પણ બોલશું તેઓ પણ બોલશે.

દેશની જનતાને સામસામે બે પક્ષો બેસીને ચર્ચા કરે તે વધારે અનુકુળ લાગશે. તેઓ પોતે નિર્ણય કરી શકશે કે વડાપ્રધાનનાં આંસુ સાચા છે કે પછી મગરનાં આંસુ. વડાપ્રધાનનો નિર્ણય યોગ્ય છે અને જનતાનું પણ તેમને સમર્થન છે તો પછી તેઓ શા માટે સદનમાં આવતા ગભરાય છે. શા માટે તેઓ મુક્ત ચર્ચા કરવા નથી ઇચ્છતા ?

You might also like