ચૂંટણીને શાંતિપૂર્ણ રીતે પાર પાડવા પગલાં લેવાયાં

અમદાવાદ : છ મહાનગરપાલિકાની ચૂંટણીને શાંતિપૂર્ણ રીતે પાર પાડવા તમામ તૈયારી કરી લેવામાં આવી છે. શાંતિપૂર્ણ ચૂંટણી માટે ૭૦ સીઆરપીએફની કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને પહોંચી વળવા રાજય ચૂંટણી આયોગ અને જે તે જિલ્લા વહીવટીતંત્રે તૈયારીઓને આખરીઓપ પહેલાથી જ અપાઈ ચુક્યો છે.
ચૂંટણીઓમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સંદર્ભે લેવાઈ રહેલા પહલાંની સમીક્ષા કરવા યોજાયેલી બેઠકમાં વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આ બેઠકમાં ૬ મહાનગરપાલિકાઓની ચૂંટણીઓના સંદર્ભમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અને લેવાઈ રહેલા પગલાં અગે સંપૂર્ણ સંતોષ વ્યક્ત કરાયો હતો. ચૂંટણીઓ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને પહોંચી વળવા બહારથી મંગાવેલ કુલ ૧૧૦ સુરક્ષા કંપનીઓમાંથી મહાનગરપાલિકાઓની ચૂંટણી પહેલા ૫૦ સીઆરપીએફની કંપનીઓ આવી ગઈ છે. ૨૦ કંપનીઓ આવી રહી છે. જ્યારે બીજા તબક્કાના મતદાન પહેલાં વધારાની કંપનીઓ ઉપલબ્ધ થશે. રાજયમાં મતદાન મથકોના ૨૭૬૯ બિલ્ડિંગો અતિ સંવેદનશીલ, ૫૨૭૧ બિલ્ડિંગો સંવેદશીલ છે.
રાજયમાં એસઆરપીની ૧૧૭ કંપનીઓ ઉપસ્થિત છે. ૩ મહિલા કંપની સહિત ઉપલબ્ધ થનાર કંપનીઓ પૈકી રાજયમાં આવી પહોંચેલા સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સની કંપનીઓમાંથી ૧૪ અમદાવાદ, ૭ વડોદરા, ૬ રાજકોટ અને જામનગર મહાનગરપાલિકા વિસ્તાર માટે ફાળવી દેવામાં આવેલ છે. જ્યારે બાકીની કંપનીઓ ચૂંટણીઓ પહેલાં જરૂરિયાત મુજબ ઉપલબ્ધ કરવામાં આવશે.

You might also like